મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીના કરુણ પરાજય બાદ શિવસેના (યુટીબી)ના નેતા સંજય રાઉતે ભૂતપૂર્વ સીજેઆઈ ડી.વાઈ. ચંદ્રચૂડ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે રાજ્યમાં એમવીએના પરાજય માટે ભૂતપૂર્વ સીજેઆઈ ડી.વાઈ. ચંદ્રચૂડને જવાબદાર ઠેરવ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થય બાદ મીડિયાને સંબોધિત કરતાં સંજય રાઉતે ચૂંટણી પ્રક્રિયાનું પુનર્મૂલ્યાંકન કરવાનું આહ્વાન કરતાં મહારાષ્ટ્રમાં ફરીથી બેલેટ પેપર મારફત ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ઇવીએમ એક મોટો મુદ્દો રહ્યો છે. આ પરિણામને રહેવા દો, પરંતુ ફરીથી બેલેટ પેપર મારફત ચૂંટણી કરાવો અને પછી અમને આવું પરિણામ લાવીને દેખાડો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જે કશું થયું છે તેના માટે ચંદ્રચૂડની જવાબદારી છે. જો કે તેના માટે તેમણે કોઈ વિસ્તૃત માહિતી આપી ન હતી. શિવસેનાના નેતાની આ ટિપ્પણીઓ પોતાના પહેલા નિવેદન બાદ આવી છે કે જેમાં તેમણે મહાયુતિ ગઠબંધન પર બેઠકોની ચોરીનો આરોપ લગાવ્યો હતો. તેમણે આ ટિપ્પણી મતગણનાની સવારે એ સમયે કરી હતી કે જ્યારે શિવસેના ફક્ત 20 બેઠક પર આગળ ચાલી રહી હતી.એનડીએના ઐતિહાસિક વિજય બાદ એમવીએની અંદર બ્લેમ ગેમ શરૂ થઈ ગઈ છે. એમવીએના ઘણા નેતાઓ ચૂંટણી પ્રક્રિયા, પાર્ટીની વ્યૂહરચનાઓ અને હવે જ્યૂડિશિયલ ફીગર્સ સહિત અનેક કારણો સામે આંગળી ચીંધી રહ્યા છે.
Source link