બોલીવુડની ઘણી ફિલ્મોમાં ગીતો ગઈ ચૂકેલા સિંગર અરમાન મલિકે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અરમાન મલિક અને તેની પત્ની આશના શ્રોફ ખૂબ જ ખુશ જોવી મળી રહ્યા છે.
અરમાન મલિક અને તેની પત્ની આશનાની આ તસવીરો પર તેના ફેન્સ અને તેના મિત્રો કોમેન્ટ કરીને તેને અભિનંદન આપી રહ્યા છે. તસવીરોમાં અરમાન ખુશીથી બૂમો પાડતો જોવા મળે છે.
અરમાન મલિકે શેર કરી લગ્નની તસવીરો
અરમાન મલિકે લગભગ છ તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં આશના અને અરમાન એકબીજાની આંખોમાં જોતા અને હાથ પકડેલા જોવા મળે છે. બીજી તસવીરમાં આશના અને અરમાન હવામાં એકબીજાના હાથ પકડીને જોવા મળે છે. ત્રીજી તસવીરમાં અભમન આશનાની સામે માળા લઈને ઊભો જોવા મળે છે. આ તસવીરમાં અરમાન ખુશીથી બૂમો પાડતો જોવા મળે છે. ચોથી તસવીરમાં, આશના એક બરણીમાં રેતી જેવું કંઈક મૂકતી જોવા મળે છે. પાંચમી તસવીરમાં આશના તેના હાથમાં માઈક અને બીજા હાથમાં નોટબુક પકડેલી જોવા મળે છે. છઠ્ઠી તસવીરમાં આશના અરમાનની બાહોમાં જોવા મળે છે.
આશના પીચ અને વ્હાઈટ લહેંગામાં મળી જોવા
આ તસવીરો શેર કરતી વખતે અરમાન મલિકે લખ્યું છે કે તમે મારું ઘર છો. આશનાના લહેંગા વિશે વાત કરીએ તો તે વ્હાઈટ-પીચ કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે તેના પર ઓરેન્જ કલરનો દુપટ્ટો પહેર્યો છે. જ્યારે આશના કુંદન પોલ્કી જ્વેલરી પહેરેલી જોવા મળે છે. આ દરમિયાન અરમાન મલિકે પીચ કલરની શેરવાની પહેરી છે.
અરમાન મલિકના ફેન્સે આ તસવીરો પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે. એક યુઝરે લખ્યું છે કે આ તસવીરો જોયા બાદ મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા છે. અન્ય યુઝરે લખ્યું છે કે તમે બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. અન્ય યુઝરે લખ્યું છે કે મારા પ્રિય લોકોને અભિનંદન.