- નબીરાઓએ રોડ પર ચલાવી બેફામ ગાડીઓ
- જોખમી રીતે ગાડી ચલાવી લોકો માટે જોખમ ઉભુ કર્યું
- બેફામ ગાડી ચલાવી વીડિયો ઉતારી રોફ જમાવ્યો
ગાંધીનગરના ગીફ્ટ સિટીમાં નબીરાઓએ બેફામ ગાડી ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યાં હતા. 15-20 જેટલી ગાડીઓ એક સાથે સ્પીડમાં દોડાવીને રસ્તે જનારા લોકોના જીવ જોખમમાં મૂકીને ગાડી સ્પીડમાં દોડાવી હતી.
પાટનગરમાં કાયદાની ઐસી તૈસી
રીલ બનાવવાના ચક્કરમાં લોકો પોતાના જીવ તો જોખમમાં મુકે છે સાથે-સાથે બીજાના જીવ પણ જોખમમાં મુકતા હોય છે. કાયદાની પરવા કર્યા વગર રીલ બનાવવા માટે જોખમી સ્ટંટ કરતા હોય છે. ગીફ્ટ સિટીની ઓળખ વિશ્વમાં બિઝનેસ હબ તરીકે જોવામાં આવી રહી છે. ત્યાં આ પ્રકારના જોખમી સ્ટંટ કરીને રીલ બનાવવી એ ગીફ્ટ સિટીની શાન માટે લાંછનરૂપ સમાન છે. ગીફ્ટ સિટીમાં ખુલ્લા રોડ અને ઓછો ટ્રાફિક હોવાથી નબીરાઓ ત્યાં રીલ બનાવવા આવતા હોય છે. ધૂમ સ્ટાઈલમાં રેસ લગાવીને વીડિયો બનાવતા હોય છે.
વીડિયો વાયરલ થઈ રહ્યો છે
સોશિયલ મીડિયામાં લાઈક અને વ્યૂઝના ચક્કરમાં કોઈપણ પ્રકારના જોખમ લેવા માટે યુવાનો તૈયાર થઈ જાય છે. ગાંધીનગરના ગીફ્ટ સિટીમાં તૈયાર કરેલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ પ્રકારના શૂંટિગ માટે પોલીસ આ નબીરાઓ સામે શું કાર્યવાહી કરે છે અને ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકાવવા માટે પોલીસ શું પગલા ભરે છે તો જોવાનું રહ્યું.
Source link