NATIONAL

Maharashtra: BJPની 100 બેઠકો પર નામ નક્કી!, જાણો કેટલી સીટો પર લડશે?

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને હવે બસ આજે તારીખો જાહેર થવાની છે. ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે. તેવામાં હવે બધાની નજર ટિકિટોની વહેંચણી પર છે. કોને કેટલી બેઠક મળશે તે અંગે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ચર્ચા એવી છે કે ભાજપની કેન્દ્રીય નેતૃત્વની સ્થાનિક નેતાઓ સાથે બેઠક મળી હતી તેમાં પાર્ટીએ 100 સીટો પર નામ નક્કી કરી લીધા છે.

ટિકિટ ફાળવણી

મહત્વનું છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ સ્થાનિક એકમના નેતાઓ સાથે બેઠક યોજી હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રશેખર બાવનકુળે અને ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવ બેઠકમાં હાજર રહ્યા હતા. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 16 ઓક્ટોબરે યોજાશે, જેમાં મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.

લગભગ નામ નક્કી !

ભાજપ કઇ બેઠકો પર ઉમેદવારોના નામ ફાઇનલ કરી શકે છે તેની વાત કરીએ તો, વર્તમાન ધારાસભ્યોની સાથે ભાજપ આ યાદીમાં કેટલીક હારેલી બેઠકો પરના ઉમેદવારોના નામ પણ ફાઈનલ કરી શકે છે. આ બેઠક લગભગ 4 કલાક ચાલી હતી. જેમાં રાજ્ય એકમના આગેવાનો દ્વારા તમામ 288 બેઠકો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. જો કે ચર્ચા માત્ર તે બેઠકો પર થઈ હતી જેના પર પાર્ટી ચૂંટણી લડી રહી છે. ઉલ્લેખનીય છે કે ભાજપે 2019ની ચૂંટણી 164 સીટો પર લડી હતી, તેથી આ વખતે પાર્ટી 170 સીટો પર ચૂંટણી લડી શકે તેવી શક્યતા છે.

બેઠકમાં શું કરવામાં આવી હતી ચર્ચા

વિધાનસભાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં થયેલી ભૂલોનુ પુનરાવર્તન ન થાય તે માટેનુ બેઠકમાં મંથન કરાયુ હતું. સૂત્રોનું માનીએ તો, પાર્ટી વિદર્ભ, મુંબઇ અને ઉત્તર મહારાષ્ટ્રની મોટા ભાગની બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે શિવસેના કોંકણ અને ઉત્તર મહારાષ્ટ્રની બેઠકો પર અને NCP પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડાની બેઠકો પર ચૂંટણી લડશે. મહાગઠબંધનમાં સીટની વહેંચણી પર પણ સર્વસંમતિ સધાઈ છે. ત્રણેય પક્ષો પોતાની વચ્ચે કેટલીક સીટોની અદલાબદલી કરી શકે છે.

બેઠકોની વહેંચણી અંગે ટૂંક સમયમાં અંતિમ નિર્ણય

ભાજપના કોર ગ્રુપની બેઠકમાં સાથી પક્ષો વચ્ચે પરસ્પર સંકલન જાળવવા અંગે પણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે લોકસભાની ચૂંટણીમાં જે સાંસદોની ટિકિટ કપાઈ છે અથવા લોકસભાની ચૂંટણીમાં હારેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે નહીં. પક્ષ વિજેતા ઉમેદવાર અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને જ ઉમેદવારોની જાહેરાત કરશે. એવી ચર્ચા છે કે અજિત પવાર અને એકનાથ શિંદે પણ ટૂંક સમયમાં દિલ્હી આવી શકે છે અને જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહને મળી શકે છે. માનવામાં આવે છે કે આ બેઠક બાદ સીટોની વહેંચણીને લઈને અંતિમ જાહેરાત થઈ શકે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button