- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર નેતન્યાહૂ સાથે યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી
- પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર નેતન્યાહૂનો આભાર માની ફોન કર્યો
- ભારતના 78મા સ્વાતંત્ર્ય દિવસ પર નેતન્યાહૂના ફોન કોલ અને શુભકામના માટે તેમની પ્રશંસા કરું છું: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઈઝરાયલના પીએમ બેંઝામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર વાતચીત કરી છે. આ દરમ્યાન બંને નેતાઓ વચ્ચે પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો કરવાની જરૂરિયાત પર ચર્ચા કરાઈ હતી. પીએમ મોદીએ તમામ બંધકોને તાત્કાલિક મુક્ત તેમજ માનવીય મદદ ચાલુ રાખવા આહવાન કર્યું હતું. ઈઝરાયલના પીએમ નેતન્યાહૂની સાથે ટેલિફોન પર વાતચીત દરમિયાન પીએમ મોદીએ ઘણા મુદ્દાઓ પર મહત્ત્વ આપવા ભાર મૂક્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લખ્યું કે, ભારતના 78મા સ્વાતંત્ર્ય દિવસ પર નેતન્યાહૂના ફોન કોલ અને શુભકામનાઓ માટે હું તેઓની પ્રશંસા કરું છું. અમે પશ્ચિમ એશિયામાં વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. ઉપરાંત સ્થિતિને ઘટાડવા અંગેની જરુરિયાત પર ભાર મૂક્યો હતો.
વડાપ્રધાન મોદીએ કયા મુદ્દે ચર્ચા કરી
- તમામ બંધકોને તાત્કાલિક રીતે મુક્ત કરવામાં આવે
- ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થાય
- યુદ્ધવિરામ પર ભાર મૂકવામાં આવ્યો
- ગાઝામાં માનવીય સહાય ચાલુ રાખવી
આ સમગ્ર ચર્ચા હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ થયા પછી પશ્ચિમ એશિયમાં વધતા તણાવ વચ્ચે થયો છે. કતારમાં ગાઝામાં સીઝ ફાચર માટે વાતચીત કરવાના પ્રયાસ યથાવત્ છે. જેમાં મધ્યસ્થ હમાસને જાણકારી આપી રહ્યા છે. જે સીધી રીતે આ બેઠકોમાં ભાગ નથી લઈ રહ્યું. ઘણા સમયથી વાતચીત અને બેઠકોના દોર પછી બંને પક્ષોની વચ્ચે પાયાના મતભેદ બનેલા છે. ઈઝરાયલ શાંતિની શરતના રૂપમાં હમાસના વિનાશ પર ભાર મૂકે છે, જ્યારે હમાસ હંગામી યુદ્ધવિરામના બદલે કાયમી યુદ્ધવિરામની માંગ ઉઠાવી રહ્યું છે.