સાગબારા તાલુકા મથકે જંગલ ખાતાની કચેરી પાસે પાણી માટેની બનાવેલી બે ટાંકીઓ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે અને પાણી વિના આ બે ટાંકીઓ નિરર્થક સાબિત થઈ છે.
સાગબારા ખાતે જંગલ ખાતાની કચેરી પાસે એક મોટી ટાંકી વર્ષો પહેલાં પાણી માટે બનાવી હતી. વર્ષોના વહાણાં વાય આ પાણીની ટાંકી બંધ હાલતમાં છે. બિસ્માર હાલતમાં છે.ખંડેર હાલતમાં છે ભંગાર જેવી પડી રહી છે. આ જુની પુરાણી પાણીની ટાંકી ધરાશાયી થવાની સંભાવના છે. આ ટાંકી પડે તો મોટો અકસ્માત થવાની સંભાવના છે. સત્વરે આ ટાંકીને પાડીને તેનો નિકાલ કરવાની જરૂર છે. બીજી પાણી ટાંકી જંગલ ખાતાની કચેરી પાસે થોડે દૂર આવેલી છે. આ પાણીની ટાંકી પણ બિસ્માર હાલતમાં છે. ખંડેર હાલતમાં છે. ભંગાર હાલતમાં છે. ક્યારે ધરાશાયી થાય એ નક્કી નથી.
પાણી વિના આ ટાંકી શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે. સત્વરે આ બે પાણીની ટાંકીઓ તોડી પાડવામાં આવે એ જરૂરી છે નહિંતર મોટો અકસ્માત થવાની સંભાવના સાથે મોટી હોનારત થવાની સંભાવના છે. પાણી માટે ટાંકીઓ બનાવીને સરકારના પૈસા પાણીમાં ગયા છે.
Source link