ENTERTAINMENT

‘તમારી અને હાર્દિક વચ્ચે…’,નતાશાને પોસ્ટ પર મળી આ સલાહ, થશે બધું ઠીક?

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા બાદથી આ સંબંધ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. હાર્દિક અને નતાશાના છૂટાછેડા થઈ ગયા હોવા છતાં પણ ફેન્સ ઈચ્છે છે કે આ કપલ કાયમ માટે ફરી એક થઈ જાય. આ વર્ષની શરૂઆતથી જ હાર્દિક અને નતાશાના છૂટાછેડાના સમાચારો સોશિયલ મીડિયા પર આવી રહ્યા હતા પરંતુ આ બાબતે કોઈએ ખુલીને વાત કરી ન હતી.

બંને કાયમ માટે અલગ થયા

હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડાની અફવા વચ્ચે લોકોને લાગી રહ્યું હતું કે, બંને વચ્ચે માત્ર અણબનાવ છે અને ધીમે ધીમે બધું થઈ જશે પરંતુ 18 જુલાઈ 2024ના રોજ હાર્દિક અને નતાશાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા સ્પષ્ટતા કરી હતી કે બંને કાયમ માટે અલગ થઈ ગયા છે અને બીજા જ દિવસે નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે પોતાના વતન સર્બિયા પરત ચાલી ગઈ હતી.

નતાશા મુંબઈ પરત આવી

લાંબા સમય બાદ નતાશા સ્ટેનકોવિક સર્બિયાથી મુંબઈ પરત આવી છે. જોકે તે ક્યા ઈરાદા સાથે મુંબઈ આવી છે તે જાણી શકાયું નથી પરંતુ જ્યારથી તે મુંબઈ પાછી આવી છે ત્યારથી તે માત્ર લોકોને મળી રહી છે,કદાચ તે પોતાનું કામ આગળ વધારી રહી છે. સર્બિયાથી આવ્યા બાદ અગસ્ત્ય હાલમાં તેના પિતાના ઘરે રહે છે. હાલમાં જ નતાશાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં હાર્દિકના ફેન્સે તેને આ ખાસ વિનંતી કરી છે.


નતાશાએ ઈન્સ્ટાગ્રામ શેર કરી પોસ્ટ

નતાશા સ્ટેનકોવિક પોતાની સુંદરતાથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. નતાશા પણ દરેક ટ્રેન્ડને ખૂબ જ સારી રીતે ફોલો કરે છે. જેના કારણે તેના ફેન્સ તેને ખૂબ પસંદ કરે છે. પોસ્ટ શેર થતાની સાથે જ કોમેન્ટની લાઇન પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી છે. નતાશાની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં હાર્દિકના ફેન્સે અભિનેત્રીને એક અપીલ કરી હતી અને આ આઈડિયાની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.

હાર્દિકના ફન પેઝ પરથી એક ફેન્સ એ સલાહ આપી હતી કે, મહેરબાની કરીને મેડમ, તમારી અને હાર્દિક ભાઈ વચ્ચે જે પણ મુદ્દાઓ છે તે ખતમ કરો. સાથે જ સાબિત કરો કે તમે પણ વિરાટ સર અને અનુષ્કા મેડમ, રોહિત સર અને રિતિકા મેડમ જેવા હાર્દિક ભાઈના સૌથી મોટા સમર્થક છો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button