GUJARAT

Amreli: રાજુલા 108 એમ્બ્યુલન્સની ટીમને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા નેશનલ એવોર્ડ

ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની 108ની ટીમને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

રાજુલા 108 એમ્બ્યુલન્સને ગત 20 ઓગસ્ટની રાત્રે 09:19 વાગે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલ અંતરિયાળ ગામ ચાંચબંદર ગામનો કેસ મળ્યો હતો. કેસ મળતાની સાથે જ રાજુલા 108 ની ટીમ તુરંત સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે એક સગર્ભા મહિલાને પ્રસુતિની અસહ્ય પીડા હતી અને તે મહિલાએ પોતાના જ ઘરે એક નવજાત શિશુને થોડા ટાઈમ પહેલા જ જન્મ આપ્યો હતો પરંતુ જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાળક સામાન્ય રીતે રડતું હોય છે પરંતુ આ બાળક રડતું ન હતું તેમજ તેના જે હદયના ધબકારા હતા એ પણ ખૂબ જ ઓછા હતા. જેથી EMT પ્રવીણ બામણીયા દ્વારા બાળકને તુરંત લઈ અને તેની સારવાર આપવાની ચાલુ કરી હતી જે અંતર્ગત નવજાત શિશુને હદયના ધબકારા ઓછા હતા એટલે CPR એટલે કે છાતી પર દબાણ અને કુત્રિમ શ્વાસ આપીને બાળકનો જીવ બચાવ્યો હતો. તેમજ પ્રસુતી બાદ માતાની હાલત પણ નબળી હોય જેથી 108 કોલ સેન્ટર પર ઊપસ્થિત ઉપરી ડોક્ટર સાથે વાતચીત કરી અને એમની સૂચના મુજબ જરૂરી ઈન્જેકશન અને બોટલ ચડાવવામાં આવ્યા હતા.

આમ, EMT પ્રવીણ બાંભણિયા અને પાઇલોટ ગિરીશ સોંદરવા દ્વારા યોગ્ય સમયસૂચકતા વાપરી અને પોતાની સૂજબુજથી નવજાત બાળક અને માતાને સમયસર યોગ્ય સારવાર આપી જીવ બચાવવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય સ્તરે 108ની ટીમની પ્રશંશા

આ કેસને રાષ્ટ્રીય સ્તરે સર્વશ્રેષ્ઠ કેસ તરીકેનું સિલેક્શન થયું અને આ કેસમાં સારવાર આપનાર ઈ.એમ. ટી. અને પાઇલોટ બંને કર્મચારીઓને ઇ.એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા રાષ્ટ્ર કક્ષાનું એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે જેના કારણે અન્ય સ્થાનિક તબીબો દ્વારા પણ આવકારી પ્રશંશા કરવામાં આવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button