- નેશનલ સ્પેસ દિવસની પીએમ મોદીએ પાઠવી શુભકામના
- ચંદ્રયાન-3 મિશનની સફળતાનું એક વર્ષ
- 23 ઑગષ્ટે ચાંદ પર ઉતરનાર ભારત ચોથો દેશ
આજે નેશનલ સ્પેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-3 મિશનની નોંધપાત્ર સફળતાની યાદમાં ભારત શુક્રવારે તેનો પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવા તૈયાર છે, જેમાં વિક્રમ લેન્ડરના વિજયી ઉતરાણ અને ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવરની જમાવટ જોવા મળી હતી.
ચંદ્ર પર જનારો વિશ્વનો પ્રથમ દેશ ભારત
મહત્વનું છે કે ગયા વર્ષે 23 ઓગસ્ટના રોજ ભારત ચંદ્ર પર ઉતરનાર વિશ્વનો ચોથો અને દક્ષિણ ધ્રુવ પ્રદેશ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિની યાદમાં વડાપ્રધાન મોદીએ 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
પીએમ મોદીએ શું કહ્યું ?
મોદીએ શુક્રવારે ‘X’ પર પોસ્ટ કરતા કહ્યું કે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ પર દરેકને શુભેચ્છાઓ. અમે અવકાશ ક્ષેત્રમાં આપણા દેશની સિદ્ધિઓને ગર્વ સાથે યાદ કરીએ છીએ. આપણા અવકાશ વૈજ્ઞાનિકોના યોગદાનની પ્રશંસા કરવાનો પણ આ દિવસ છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે તેમની આગેવાની હેઠળની સરકારે આ ક્ષેત્રને લગતા ઘણા ભવિષ્યલક્ષી નિર્ણયો લીધા છે અને ભવિષ્યમાં પણ આવા વધુ નિર્ણયો લેશે.
શું કહ્યું ઇસરોએ ?
દેશ આજે તેનો પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવી રહ્યો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અનુસાર તેની મુખ્ય થીમ ‘ચન્દ્રને સ્પર્શ કરીને જીવનને સ્પર્શે છે – ઈન્ડિયાઝ સ્પેસ સ્ટોરી’. ઈસરોએ જણાવ્યું હતું કે આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે, અવકાશમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓ, સમાજને થતા ગહન લાભો અને જીવનના તમામ ક્ષેત્રના લોકો માટે ભારતીય અવકાશ કાર્યક્રમ સાથે જોડાવાની અમર્યાદિત તકોને ઉજાગર કરતી સંખ્યાબંધ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે.