GUJARAT

Navratri 2024: વરસાદની અગાહી વચ્ચે આયોજકોની નવરાત્રીની તડામાર તૈયારીઓ, જુઓ Video

નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે. એક તરફ ગરબાના આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જ્યારે બીજી તરફ નવરાત્રીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે નવરાત્રીમાં વરસાદની આગાહી કરવામાં આવતા ગરબા આયોજકોએ આ વખતે વિશેષ તૈયારી કરવામાં આવી છે. જેના કારણે વરસાદ પડે તો પણ ખેલૈયાઓના રંગમાં વરસાદ વિઘ્ન ન બને અને ખેલૈયાઓ ગરબા રમી શકે.

વરસાદમાં ગરબા રમી શકાય તેવી અયોજકોની તૈયારીઓ

નવરાત્રીમાં વરસાદની આગાહીના પગલે ગરબા આયોજકોએ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બને તો પણ ખેલૈયાઓ ગરબા રમી શકે તેવી અયોજકોની તૈયારીઓ કરવામાં આવી રહી છે. GMDC ગ્રાઉન્ડ પર નવરાત્રીની તડામાર તૈયારીઓ સાથે ડોમ બનાવવામાં આવી રહ્યા છે. નવરાત્રી દરમિયાન વરસાદ આવે તો ડોમમાં પણ ગરબા કરી શકાય તેવી આયોજકો દ્વારા તૈયારી કરવામાં આવી છે.

AI કેમેરા, CCTV, ફાયર સેફટીની ગાઈડલાઈન સાથે તૈયારીઓ

આ વખતે નવરાત્રીમાં આયોજકો દ્વારા AI કેમેરા, CCTV, ફાયર સેફટી સહિતની ગાઈડલાઈન સાથે ગરબાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવરાત્રીમાં પાર્ટી પ્લોટ સહિતના જાહેર ગરબામાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમજ પાર્કિંગ, ટ્રાફિક સહિતની વિશેષ વ્યવસ્થા સાથે આયોજકોની ગરબાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button