નવસારી જિલ્લામાં જલાલપોર પોલીસ મથકના ચોપડે એક વિચિત્ર કિસ્સો નોંધાયો છે. જે કિસ્સામાં અંતરંગ પળો માણવા ગયેલા યુગલ પૈકી યુવતીનું મોત થતાં યુવાનની ધરપકડ કરીને સહ અપરાધ માનવ સહિત પુરાવાનો નાશ કરવાની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.
23 વર્ષીય યુવતી જોડે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો
કેસની વિગત જોઈએ તો ચીખલી તાલુકાના નોગામાં ગામ ખાતે રહેતો ભાર્ગવ પટેલ નવસારી શહેર ખાતે હીરાના કારખાનામાં નોકરી કરતો હતો. ભાર્ગવને ચીખલી તાલુકાના જ એક ગામમાં રહેતી અને નર્સિંગનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતી જોડે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો હતો. આ બંને ત્રણ વર્ષ અગાઉ સંપર્કમાં આવ્યા બાદ મિત્રતા વધતી ગઈ અને મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણામી હતી. બંને પ્રેમી પંખીડા અવાર નવાર એક બીજાને મળવા લાગ્યા અને અવાર નવાર મુલાકાત બાદ ભાર્ગવને શરીર સુખ માણવાની ઈચ્છા થઈ હતી.
જે અંગે ભાર્ગવે પોતાની પ્રેમિકા પાસે શરીર સુખની માગણી કરી હતી. પરંતુ યુવતી ભાર્ગવની વાતને ટાળી દેતી હતી. પરંતુ ગત તારીખ 23મી સપ્ટેમ્બરના રોજ ભાર્ગવે પોતાની પ્રેમિકા યુવતીને શરીર સંબંધ બાંધવા માટે મનાવી લીધી હતી અને પ્રેમી યુગલ અંતરંગ પળો માણવા જલાલપોર તાલુકાના હાંસાપોર નજીક આવેલી ઑયો હોટલ હેપી સ્ટે ખાતે પહોચ્યું હતું. જ્યાં પહોંચ્યા બાદ પ્રેમી યુગલે અંતરંગ પળો માણી એકબીજામાં ખોવાઈ ગયા હતા.
યુવક ખાનગી વાહનમાં અધમુઈ હાલતમાં પોતાની પ્રેમિકા યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો
જોકે શરીર સંબંધ બાંધતી વખતે હોટલના રૂમમાં લાઈટ યુગલે બંધ કરી દીધી હતી. આ દરમિયાન ભાર્ગવને પોતાના પગના ઘૂંટણ પાસે ભીનાશ લાગતા રૂમની લાઈટ ચાલુ કરી હતી અને જે દ્રશ્ય સામે આવ્યું તે જોઈ ભાર્ગવ હેબતાઈ ગયો હતો. બેડ ઉપરની ચાદર અને ગાદલું બંને લોહીથી તરબોળ થઈ ગયા હતા અને યુવતીના ગુપ્તાંગમાંથી અવિરત રક્ત પ્રવાહ વહી રહ્યો હતો. ભાર્ગવે સૌપ્રથમ તો ગૂગલ સર્ચ કરી આ સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ શોધ્યો અને બાદમાં બેડ ઉપરની ચાદર, ગાદલા વગેરે ઉપર વહેલા લોહીને સાફ કરવાનો પ્રયાસ કર્યો.
પરંતુ યુવતીની હાલત વધુ બગડી રહી હતી. તે જોતાં ભાર્ગવે સીધો જ 108 એમબ્યુલન્સને બોલાવવાની જગ્યાએ પોતાના મિત્રોને બોલાવ્યા અને ખાનગી વાહનમાં અધમુઈ હાલતમાં પોતાની પ્રેમિકા યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ફરજ ઉપર હાજર ડોકટરે બહુ મોડું થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જેને પગલે ભાર્ગવ અને તેના મિત્રો યુવતીને લઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ ઉપર હાજર તબીબે લોહી લુહાણ હાલતમાં લવાયેલી યુવતીને મૃત જાહેર કરી હતી.
યુવતીના પરિવારે યુવાન ઉપર ગંભીર આક્ષેપો કર્યા
ત્યારે ઘટનાની જાણ પોલીસને થતાં જલાલપોર પોલીસ સહિત ઉચ્ચ અધિકારી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને ઘટનાની ગંભીરતા જોતા પોલીસે યુવતીના મૃતદેહનું ફોરેન્સિક પી.એમ કરવાના નિર્ણય લીધો અને અકસ્માતે મોતની નોંધ જલાલપોર પોલીસ મથકના ચોપડે કરી આગળની કાર્યવાહી હાથ ધરી. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ ચાલી રહ્યું હતું તે સમયે જ યુવતીના પરિવારે યુવાન ઉપર ગંભીર આક્ષેપો કર્યા અને યુવતીની હત્યા કરી દેવાઈ હોવાના ગંભીર આરોપ લાગતા નવસારી પોલીસનું પણ પ્રેશર વધી રહ્યું હતું અને નવસારી પોલીસ અવઢવમાં હતી.
પીએમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ત્યાં પાંચ દિવસ બાદ નવસારી પોલીસને પી.એમ રિપોર્ટ મળ્યો. જેમાં યુવતીના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ થઈ હોવાનો ખુલાસો થયો. જેને પગલે જલાલપોર પોલીસે તરત કાર્યવાહી કરીને ચીખલી તાલુકાના નોગામાં ગામ ખાતે રહેતા અને યુવતીના પ્રેમી ભાર્ગવ ધોળિયા પટેલની ધરપકડ કરી. પોલીસે ભાર્ગવ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 105 એટલે કે સહ અપરાધ માનવ વધ અને કલમ 238 એટલે કે પુરાવાનો નાશ હેઠળ ગુનો દાખલ કરી ભાર્ગવને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
Source link