નવસારીના બોરિયાચ ટોલનાકા પર ટોલનો વધારો કરવામાં આવ્યો છે. બોરિયાચ ટોલનાકા પર 65 થી 75%નો વધારો કરવામાં આવી છે. નાના વ્હીકલનો ટોલ 65 થી વધારી 115 કરાયો છે. કોર્મશીયલ વ્હીકલનો ટોલ 110 થી વધારી 190 કરાયા જ્યારે બસ-ટ્રકનો ટોલ 225થી વધારી 395 કરવામાં આવ્યા છે. 3 એક્સલ વ્હીકલનો ટોલ 360 થી વધારી 430 કરાયો છે.
નવસારીના બોરિયાચ ટોલનાકા ઉપર હાલ 65% થી 75% જેટલો વધારો ઝીંકી દેવાયો છે. જેમાં લાઈટ મોટર વેહિકલ એટલે કે કાર જીપ જેવા નાના વાહનો માટે રૂપિયા 65 ટોલ વસૂલવામાં આવતો હતો.જે હાલ વધારા સાથે રૂપિયા 115 કરી દેવાયો છે. લાઈટ કોમર્શિયલ વાહન માટે રૂપિયા 110 વસૂલવામાં આવતા હતા.જેમાં વધારો કરાતા હાલ 190 રૂપિયા ટોલ વસૂલવામાં આવી રહ્યો છે.
બસ અને ટ્રક માટે રૂપિયા 225 ટોલ લેવાતો હતો.જેમાં પણ વધારો કરતા હાલ 395 રૂપિયા વસૂલાય રહ્યા છે.જ્યારે 3 એક્સેલ વેહિકલ માટે અગાઉ રૂપિયા 360 ટોલ વસૂલવામાં આવતો હતો.જ્યારે હાલ વધારા સાથે 430 રૂપિયા ટોલ વસૂલાય રહ્યો છે.
નવસારીના બોરિયાચ ટોલનાકા પર ટોલનો વધારો
- બોરિયાચ ટોલનાકા પર 65 થી 75%નો વધારો
- નાના વ્હીકલનો ટોલ 65 થી વધારી 115 કરાયો
- કોર્મશીયલ વ્હીકલનો ટોલ 110 થી વધારી 190
- બસ-ટ્રકનો ટોલ 225 થી વધારી 395
- 3 એક્સલ વ્હીકલનો ટોલ 360 થી વધારી 430 કરાયો
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશને રોડ-રસ્તાઓ અને બ્રિજથી જોડવા માટેનો ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં વાહન વ્યવહાર મંત્રી નીતિન ગઢકરી અને તેમની ટીમ ખૂબ ઝડપથી કામે લાગી છે, પરંતુ ટોલ ટેક્સનો અસહ્ય ભાવવધારો વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
આમ, સામાન્ય જનતાએ ટોલના ભાવનો વધારો ભાવ વધારા પેટે સહન કરવો પડશે જેને લઈને વાહન ચાલકો પોતાના મંતવ્યો આપી રહ્યા છે. આ સાથે સાથે ભાવ વધારાને લઈને દુઃખની લાગણી વ્યક્ત કરી સરકાર ટોલના ભાવો ઘટાડવા માટે વિચારણા કરે તેવી લાગણી વાહન ચાલકો વ્યક્ત કરી રહ્યા છે.