ED Raid on TMC MLA: EDની રેડ દરમિયાન MLAએ દિવાલ કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો, અંતે ઈડીના સકંજામાં

પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી રહેલી એનફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ(ED)એ સોમવારે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહાની ધરપકડ કરી હતી.
જ્યારે ઈડી ટીમ મુર્શિદાબાદ જિલ્લાના બુરવાનમાં તેમના ઘરે દરોડા પાડવા પહોંચી ત્યારે ધારાસભ્યએ દિવાલ કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઈડી ટીમે નજીકના ખેતરમાંથી તેમનો પીછો કર્યો તેમને પકડી લીધા હતા.
પુરાવાનો નાશ કરવા મોબાઇલ તળાવમાં ફેંકી દીધો
ઈડી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધારાસભ્ય કૃષ્ણ સાહા ખેતરમાંથી ભાગતી વખતે ધરપકડ કરાઈ હતી. તે સમયે તેમના પહેરેલા કપડાં કાદવકીચડવાળા હતા.
દરોડા દરમિયાન ધારાસભ્યએ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો અને તેનો મોબાઇલ ફોન ઘરની નજીકના તળાવમાં ફેંકી દીધો. જોકે ઈડીની ટીમે તળાવમાંથી તેના બંને મોબાઇલ ફોન કબજે કર્યા. હવે જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.
પીએમએલએ હેઠળ ધારાસભ્યની ધરપકડ
દરોડા વખતના વીડિયો અને તસવીરોમાં ધારાસભ્ય ભાગતા દેખાય છે જેમાં ઈડી અને સીઆરપીએફના અધિકારીઓે પણ એ જગ્યાએ દેખાઈ રહ્યા છે જ્યાં ચારેબાજુ વૃક્ષો અને ઝાડીઓ છે અને કચરો પડેલો દેખાય છે.
હાલમાં પીએમએલએ હેઠળ ઇડીને સહયોગ ન કરવા બદલ ધારાસભ્યની ધરપકડ કરી લેવામાં આવી છે.