Priyanka Chopra ભણસાલીની આગામી ફિલ્મમાં ઠૂમકા લગાવી શકે છે

Priyanka Chopra Returning Bollywood: એક તરફ અભિનેત્રી Priyanka Chopra છેલ્લા કેટલાક સમયથી બોલિવુડમાં કમબેક કરશે તેવી ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ હવે તે હિન્દી ફિલ્મોમાં વાપસી કરવા માટે તૈયાર છે.
આ સ્થિતિ વચ્ચે પ્રિયંકા ટૂંક સમયમાં ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ લવ એન્ડ વોરમાં જોવા મળી શકે છે. આ ફિલ્મ તે આઈટમ સોંગ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.
Priyanka Chopra ‘રામલીલા’નાં ગીતની એક તસવીર પર પોસ્ટ કરી
Priyanka Chopraએ ‘રામલીલા’નાં પોતાનાં ગીતની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેની સાથે તેણે લાંબુ કેપ્શન પણ લખ્યું હતું. પ્રિયંકા ભાગ્યે જ આ રીતે પોતાની કોઈ જૂની ફિલ્મના સીન કે સોંગ વિશે આટલી લાંબી પોસ્ટ કરે છે.
તેથી ચાહકો માને છે કે આ કોઈ યોગાનુયોગ નથી અને પ્રિયંકા ‘લવ એન્ડ વોર’માં પણ આ જ પ્રકારનાં ગીતનો સંકેત આપી રહી છે. ‘લવ એન્ડ વોર’ રાજ કપૂરની ‘સંગમ’ની રીમેક હોવાનું કહેવાય છે.
આ ફિલ્મ આગામી વર્ષે માર્ચ માસમાં રીલિઝ કરવાનું પ્લાનિંગ
ભણસાલી પોતાની ફિલ્મને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી અને હવે Priyanka Chopraને તેનો ભાગ બનાવી તેને વધુ શાનદાર બનાવવા જઈ રહ્યા છે. રણબીર કપૂર, વિકી કૌશલ અને આલિયા ભટ્ટની ત્રિપુટી ‘લવ એન્ડ વોર’માં જોવા મળશે.
ભણસાલી આ ફિલ્મનું શૂટિંગ 2025ના અંત સુધીમાં પૂર્ણ કરવા માંગે છે. આ ફિલ્મ આગામી વર્ષે માર્ચ માસમાં રીલિઝ કરવાનું સંજય લીલા ભણશાળીનું પ્લાનિંગ છે.