NATIONAL

મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા, 3 રાઉન્ડ થયું ફાયરિંગ

NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. શનિવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં તેના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ પછી તેને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર તેને છાતી અને પેટમાં 2-3 ગોળી વાગી હતી. તેઓ તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસે ગયા હતા. તે જ સમયે તેમના પર અચાનક ગોળીબાર થયો હતો. આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પુત્રની ઓફિસેથી પરત ફરતા સમયે થયો હતો હુમલો

મળતી માહિતી અનુસાર જ્યાં બાબા સિદ્દીકીને ગોળી મારી દેવામાં આવી હતી ત્યાંથી તેમના પુત્ર જીશાનની ઓફિસ પણ થોડે દૂર છે. જીશાન બાંદ્રા પૂર્વના ધારાસભ્ય છે. તેઓ તેમના પુત્રની ઓફિસેથી પરત ફરી રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બાદ તેની છાતી અને પેટમાં ગોળી વાગી હતી.

બાબા સિદ્દીકી કોંગ્રેસ છોડીને NCPમાં જોડાયા હતા

આ વર્ષે ફેબ્રુઆરીમાં બાબા સિદ્દીકી કોંગ્રેસ છોડીને NCP (અજિત પવાર જૂથ)માં જોડાયા હતા. તેઓ છેલ્લા 48 વર્ષથી કોંગ્રેસમાં હતા. તેમણે સોશિયલ મીડિયા પર તેમના રાજીનામા પર લખ્યું હતું કે, “હું એક યુવા કિશોર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો અને તે 48 વર્ષ સુધીની એક મહત્વપૂર્ણ યાત્રા હતી. આજે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી રહ્યો છું.

જાણો કેવી રીતે બની ઘટના

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા એનસીપીના એક નેતાની હત્યાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના દશેરાની રાત્રે બની હતી. શનિવારે જ દશેરાના અવસર પર શિવસેના ઉદ્ધવ ઠાકરે અને શિવસેના એકનાથ શિંદે વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બાંદ્રા એસ્ટેટમાં ફાયરિંગની એક ઘટના બની છે. બાબા સિદ્દીકીને ગોલી વાગતા લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

પોલીસે 3 લોકોની અટકાયત કરાઈ

તેમના મૃત્યુ બાદ હોસ્પિટલ બહાર કાર્યકરો એકઠા થવા લાગ્યા હતા. 3 લોકોની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી છે. આ ગોળીબારના કારણે વિસ્તારમાં તણાવનો માહોલ છે. બાબા સિદ્દીકી ધારાસભ્ય જીશાન સિદ્દીકીના પિતા છે. તેઓ થોડા દિવસ પહેલા જ NCPમાં જોડાયા હતા. તે અભિનેતા સયાજી શિંદેની પાર્ટી એન્ટ્રીમાં પણ હાજર રહ્યો હતો. બાબા સિદ્દીકી શનિવારે સાંજે ઓફિસથી નીકળી રહ્યા હતા. તે જ સમયે ત્રણ લોકો મોઢા પર રૂમાલ બાંધીને આવ્યા હતા. હુમલાખોરોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા. 

બાંદ્રા પશ્ચિમથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા

બાંદ્રા પશ્ચિમથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બાબા સિદ્દીકી મહારાષ્ટ્રમાં રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના મુંબઈ વિભાગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમણે વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણની શરૂઆત કરી હતી. BMCમાં પહેલીવાર કોર્પોરેટર ચૂંટાયા હતા. તેઓ વર્ષ 1999, 2004 અને 2009માં બાંદ્રા વેસ્ટમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

બાબા સિદ્દીકીના ફિલ્મ સેલિબ્રિટીઓ સાથે સારા સંબંધ 

બાબા સિદ્દીકીની રાજકીય કાર્યસ્થળ બાંદ્રા રહી છે. મોટાભાગની ફિલ્મ સેલિબ્રિટીઓ બાંદ્રામાં જ રહે છે. બોલિવૂડ સ્ટાર્સ સાથે તેની દોસ્તી વિશે તો બધા જાણે છે. તે પહેલીવાર સુનીલ દત્તના સંપર્કમાં આવ્યા હતા. આ પછી તે સંજય દત્તની ખૂબ જ નજીક આવી ગયા હતા. સંજય દ્વારા જ તેની મુલાકાત સલમાન ખાન સાથે થઈ હતી. આ પછી ફિલ્મ સ્ટાર્સ બાબા સિદ્દીકીની પ્રખ્યાત ઈફ્તાર પાર્ટીઓમાં હાજરી આપવા લાગ્યા. તે સલમાન અને શાહરૂખને પેચ અપ કરવા માટે જાણીતા છે.

જાણો કેવી રીતે બની ઘટના?

  • બાબા સિદ્દીકી 9.15ની વચ્ચે ઓફિસથી નીકળ્યા હતા.
  • મળતી માહિતી મુજબ જ્યારે ફાયરિંગ થયું ત્યારે બાબા સિદ્દીકી પોતાની ઓફિસ પાસે ફટાકડા ફોડી રહ્યા હતા.
  • ફટાકડા ફોડતી વખતે અચાનક કારમાંથી ત્રણ લોકો બહાર આવ્યા.
  • આ ત્રણેય લોકો મોં પર રૂમાલ બાંધીને આવ્યા હતા. આ પછી તેણે બાબા સિદ્દીકી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી તેની છાતી અને પેટમાં વાગી હતી.
  • બાબા સિદ્દીકીની ઓફિસ નજીક રામ મંદિર પાસે ફાયરિંગ થયું હતું.
  • બાબા સિદ્દીકીના સહયોગીને પગમાં ગોળી વાગી હતી.
  • ગોળી વાગવાથી બાબા સિદ્દીકી પડી ગયા હતા. આ પછી લોકોએ તેને તરત જ લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
  • પોલીસને માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એવા પણ સમાચાર છે કે પોલીસે 3 લોકોની અટકાયત કરી છે.
  • બાબા સિદ્દીકી પર ફાયરિંગની માહિતી મળ્યા બાદ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે હોસ્પિટલ પ્રશાસન પાસેથી ફોન પર માહિતી લીધી હતી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button