SPORTS

Sports: ફૂટબોલ મેચ બાદ નેધરલેન્ડ્સમાં ઇઝરાયેલના સમર્થકો ઉપર હુમલો, નેતન્યાહૂએ વિમાન મોકલ્યું

મેકાબી તેલ અવીવ અને એજેક્સ વચ્ચેની ગુરુવારે રાત્રે રમાયેલી ફૂટબોલ મેચ બાદ નેધરલેન્ડ્સમાં ઇઝરાયેલના ફૂટબોલ સમર્થકો ઉપર હિંસક હુમલો થયો હતો.

સ્પેનના એક અખબારે સોમવારે જ ફિલિસ્તિન સમર્થકોનું એક ગ્રૂપ ઇઝરાયેલના સમર્થકો ઉપર હુમલો કરવાની યોજના ઘડી રહ્યું છે તેવા અહેવાલ રજૂ કર્યા હતા. ગુરુવારે થયેલા હુમલા બાદ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે આમ્સ્ટર્ડમ પોલિસે તેઓ ફૂટબોલ ક્લબના સમર્થકો હતા કે ફિલિસ્તિની ફેન્સ હતા તે અંગે કોઇ ખુલાસો કર્યો નહોતો. ઇઝરાયેલ અને આમ્સ્ટર્ડમ બંને નેધરલેન્ડ્સમાં ઇઝરાયેલના દૂતાવાસ પોતાના દેશના લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ઇઝરાયેલી નાગરિકો ઉપરની હિંસક ઘટના બાદ બે રેસ્ક્યૂ વિમાન મોકલવાનો આદેશ આપ્યો છે. તેમણે નેધરલેન્ડ્સમાં રહેલા પોતાના દેશના સમર્થકોને હોટેલમાં સુરક્ષિત રહેવાની અપીલ પણ કરી છે. સુરક્ષામંત્રી ઇતામાર બિન-ગવિરે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે મેચ નિહાળવા માટે આપેલા સમર્થકોનો સામનો યહૂદી વિરોધી હિંસાના કારણે થયો છે અને તેમને યહૂદી અને ઇઝરાયેલી હોવાના કારણે નિર્દયતાથી મારવામાં આવ્યા છે. દરમિયાનમાં ઇઝરાયેલી આર્મીએ બચાવ મિશન હેઠળ મેડિકલ તથા રેસ્ક્યૂ ટીમોને કાર્ગો વિમાન દ્વારા નેધરલેન્ડ્સ સરકારના સહયોગથી તૈયાર કરી દીધી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button