NATIONAL

New Delhi: જીબુટીના કૃષિ મંત્રીએ ગુજરાતના વિવિધ પાક ઉત્પાદનોની આયાતમાં દાખવ્યો રસ

વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-2024 દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ આફ્રિકન દેશ જીબુટીના કૃષિ મંત્રી એચ. ઇ. મોહમ્મદ અહેમદ અવલેહ વચ્ચે આંતરરાષ્ટ્રીય G2G મીટીંગ યોજાઈ હતી. જીબુટીના કૃષિ મંત્રીએ ગુજરાતના વિવિધ પાક ઉત્પાદનોની આયાત કરવામાં રસ દાખવ્યો હતો. કૃષિ મંત્રીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ્સ રિસર્ચ-ન્યુટ્રીહબના સીઇઓ સાથે પણ બેઠક કરી હતી.

નવી દિલ્હીમાં વર્લ્ડ ફૂડ ઇન્ડિયા સમિટનું આયોજન

નવી દિલ્હી ખાતે આયોજિત વર્લ્ડ ફૂડ ઇન્ડિયા સમિટ દરમિયાન ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ આફ્રિકન દેશ જીબુટી(Djibouti)ના કૃષિ મંત્રી એચ. ઇ. મોહમ્મદ અહેમદ અવલેહ વચ્ચે આંતરરાષ્ટ્રીય G2G મીટીંગ યોજાઈ હતી. ગુજરાત અને જીબુટી દેશ વચ્ચે કૃષિ ઉત્પાદનોના વ્યાપારની સંભાવનાઓને ઉજાગર કરવા માટે આ બેઠકમાં ચર્ચાઓ કરાઈ હતી.

જીબુટીના કૃષિ મંત્રીએ વિવિધ પાક ઉત્પાદનોની આયાતમાં રસ દાખવ્યો

ગુજરાતના કૃષિ મંત્રીએ ચર્ચાઓ દરમિયાન આફ્રિકન દેશોની બજારો સુધી પહોંચવા માટે જીબુટીને વ્યૂહાત્મક પ્રવેશદ્વાર તરીકે સ્થાન આપવા પર ભાર મૂક્યો હતો. બીજી તરફ જીબુટીના કૃષિ મંત્રીએ પણ ગુજરાતના વિવિધ પાક ઉત્પાદનોની આયાત કરવામાં રસ દાખવ્યો હતો.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ્સ રિસર્ચના સીઇઓ સાથે બેઠક યોજાઈ

ગુજરાત રાજ્ય મિલેટ્સ એટલે કે શ્રી અન્ન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ્સ રિસર્ચ-ન્યુટ્રીહબના સીઇઓ ડો. બી. દયાકર રાવ વચ્ચે પણ એક સ્ટ્રેટેજીક મીટીંગ યોજાઈ હતી.

આ બેઠકમાં વિવિધ અધિકારીઓ હાજર રહ્યા

આ બેઠકોમાં કૃષિ મંત્રી સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્મા તેમજ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેક્ટર ડી.એચ. શાહ ઉપસ્થિત રહ્યા હતા.  


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button