દેશની રાજધાની નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં નક્સલીઓ સામે લેવાયેલા પગલાંને લઈ અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજાઈ છે. તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી નક્સલવાદ વિરુદ્ધ લેવાયેલા પગલાં અંગે માહિતી આપી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાને નક્સલીઓ સામે લીધેલા પગલાં અંગે જાણકારી આપતા જણાવ્યું કે, છેલ્લા 9 મહિનામાં 100થી વધુ નક્સલીઓને ઠાર મરાયા છે. આ ઉપરાંત બીજા નક્સલીઓએ સરન્ડર કર્યું છે. 13 હજાર જેટલા લોકો હથિયાર છોડીને મેઈન સ્ટ્રીમમાં જોડાયા છે.
પ્રેસ કોન્ફરન્સ કરી આપી જાણકારી
સોમવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નક્સલ અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યપ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક એવા સમયે થઈ જ્યારે થોડા દિવસ પહેલા જ છત્તીસગઢના જંગલોમાં સુરક્ષા દળોએ 31 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. નક્સલવાદના ખતરાથી પ્રભાવિત રાજ્યોમાં છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. મીટિંગમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં નક્સલ વિરોધી કામગીરી અને વિકાસની પહેલની ચર્ચા કરવામાં આવી હતી.
તાજેતરના દિવસોમાં નક્સલીઓ વિરુદ્ધ સૌથી સફળ અભિયાનોમાંથી એક છત્તીસગઢમાં સુરક્ષાદળો દ્વારા 31 નકસ્લીઓને ઠાર માર્યા પછીના થોડાક દિવસ બાદ નક્સલ અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રીની આ બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓએ પણ ભાગ લીધો હતો. ત્યારબાદ કેન્દ્ર, રાજ્યો અને સીએપીએફના સિનિયર અધિકારીઓએ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
નક્સલવાદ વિરુદ્ધ આ રીતે અભિયાન ચાલી રહ્યું છે
વર્ષ-2024માં અત્યાર સુધી 230થી વધુ નક્સલીઓનો સફાયો કરાયો છે
723 નક્સલીઓએ સરન્ડર કર્યું છે
812 નક્સલીઓની ધરપકડ કરી લેવામાં આવી છે
નક્સલવાદ અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા હવે માત્ર 38 રહી છે
રાજયોને અતરિયાળ વિસ્તારમાં જવા માર્ગ અને મોબાઈલ સંપર્કનો વધારવામાં આવ્યું
નક્સલવાદ વિસ્તારમાં અત્યાર સુધી કુલ 14,400 કિલોમીટર લાંબા માર્ગો બનાવવામાં આવ્યા છે
આવા વિસ્તારોમાં આશરે છ હજાર મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા છે.