ENTERTAINMENT

Nick Jonas અને પ્રિયંકા ચોપરાના આઉટફિટે ખેંચ્યું ફેન્સનું ધ્યાન, જુઓ VIDEO

ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા હાલમાં તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન માટે ભારતમાં છે. પ્રિયંકાના ભાઈ એટલે કે નિક જોનસના સાળાના લગ્ન છે, તો નિક આ લગ્ન કેવી રીતે ચૂકી શકે? નિક જોનાસ પણ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન માટે ભારત આવ્યો છે. નિક અને પ્રિયંકાનો લેટેસ્ટ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સિદ્ધાર્થ ચોપરાના લગ્નની સંગીત સેરેમની

નિક જોનસ અને પ્રિયંકા ચોપરા સિદ્ધાર્થ ચોપરાના લગ્નના સંગીત સેરેમનીમાં જોલા મળ્યો આ દરમિયાન આ કપલ ડાર્ક બ્લૂ કલરના આઉટફિટમાં જોવા મળ્યું. પ્રિયંકાએ ડાર્ક બ્લૂ કલરનો લહેંગો પહેર્યો હતો અને આ સાથે, એક્ટ્રેસે હેવી જ્વેલરી અને લાઈટ મેકઅપથી પોતાનો લુક કમ્પલીટ કર્યો.

નિક અને પ્રિયંકાએ ખેંચ્યું ફેન્સનું ધ્યાન

જો આપણે નિક વિશે વાત કરીએ, તો તેને ડાર્ક બ્લૂ કલરનો સૂટ પણ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર દેખાતો હતો. નિક અને પ્રિયંકા બંનેએ પાપારાઝીના કેમેરા સામે ઘણી પોઝ આપ્યા. આ કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ફેન્સે તેના પર કોમેન્ટ્સનો વરસાદ કર્યો અને ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. પરંતુ આ સમય દરમિયાન સમગ્ર જોનસ પરિવાર પણ સાથે જોવા મળ્યો હતો.

જોનસ પરિવારે સાથે આપ્યા પોઝ

સોશિયલ મીડિયા પર એક બીજો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પ્રિયંકા નિક અને તેના સાસરિયાઓ સાથે જોવા મળી રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે નિકના માતા-પિતા પણ જોવા મળી રહ્યા છે અને ફેન્સે તેમના પર ઘણો પ્રેમ પણ વરસાવ્યો છે.

ફેન્સે મધુ ચોપરા પર વરસાવ્યો પ્રેમ

આ વીડિયોમાં પ્રિયંકા ચોપરાના ભાઈ એટલે કે સિદ્ધાર્થ ચોપરા અને ભાવિ ભાભી નીલમ ઉપાધ્યાય સિવાય બીજું કોઈ જોવા મળી રહ્યું નથી. આ દરમિયાન નિક અને પ્રિયંકા પણ દુલ્હા અને દુલ્હન સાથે પોઝ આપતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોને ફેન્સે ઘણો પ્રેમ પણ આપ્યો છે. આ સિવાય પીસીની માતા એટલે કે મધુ ચોપરાનો એક વીડિયો પણ ઈન્ટરનેટ પર સામે આવ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં મધુ ચોપરા પણ બ્લૂ કલરના શૂટમાં અને પાપારાઝીના કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button