કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી લોકપ્રિય નેતા અને નિર્વિવાદિત છબી ધરાવતા નેતામાં તેમની ગણતરી થાય છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને બુધવારે યુટ્યુબનો પ્રતિષ્ઠિત ‘ગોલ્ડન બટન’ એવોર્ડ એનાયત થયો હતો. ઓનલાઈન વિડિયો-શેરિંગ પ્લેટફોર્મ પર તેમની સામગ્રીની લોકપ્રિયતાને માન્યતા આપવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગૂગલ એશિયા પેસિફિક ખાતે યુટ્યુબના પ્રાદેશિક નિર્દેશક અજય વિદ્યાસાગર દ્વારા શ્રી ગડકરીને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
આભાર વ્યક્ત કર્યો
આ અંગે કેન્દ્રીયમંત્રીએ ટ્વિટર પર પોસ્ટ શેર કરી હતી. તેમણે જણાવ્યું કે આ એવોર્ડ તેમના પ્રત્યે લોકોના વિશ્વાસ અને સમર્થન”નું પ્રતીક છે. સાથે જ જણાવ્યું કે તમારી સાથે આ યાત્રાને શેર કરવા માટે ગોલ્ડન બટન પ્રાપ્ત કરવા બદલ ગૌરવ અનુભવુ છું. આભાર, YouTube!
4200 વીડિયો છે પોસ્ટ કરેલા
મહત્વનું છે કે આ તેમની ચેનલમાં તેમણે હાજરી આપી હોય તેવા તમામ ઉદ્ઘાટન સમારોહ, નવા રોડવેઝ અને એક્સપ્રેસ વેની વિગતો તેમજ તેમણે ઘણી સંસ્થાઓમાં આપેલા ભાષણોનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે નીતિન ગડકરીએ પોતાના વિશે વર્ષ 2021માં એક વીડિયો અપલોડ કર્યો હતો. જેનું ટાઇટલ હતું નીતિન ગડકરી વિશે જાણો યોગ્ય વાતો. આ વીડિયો તેમની ચેનલ પર પિન કરેલો છે. વીડિયોમાં પોતાને એક પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ વાળા દુરંદેશી નેતાના રૂપમાં વર્ણવ્યા છે.