NATIONAL

Nagpur: તો એક જ મિનિટમાં સીધા થઇ જશે…નીતિન ગડકરીએ સંભળાવી દીધુ

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ભત્રીજાવાદ, પરિવારવાદ અને જાતિવાદની રાજનીતિ પર આકરા પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રીએ આજે ​​નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, રાજકારણમાં કેટલાક લોકો કહે છે કે પહેલા મારા પુત્રનું કલ્યાણ કરો અને તેને ટિકિટ આપો. જે થશે તે સારું થશે, મારા પુત્રને ટિકિટ આપો, મારી પત્નીને ટિકિટ આપો. આવું કેમ ચાલે છે?
ગડકરીએ વધુમાં કહ્યું આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે લોકો તેમને મત આપે છે. જે દિવસે લોકો તેમને વોટ ન આપવાનો નિર્ણય લેશે, તેઓ 1 મિનિટમાં સીધા થઈ જશે. તમારે તમારી યોગ્યતા સાબિત કરવી પડશે.
પરિવાર માટે ટિકિટ માગનાર વિશે કહી વાત 
નીતિન ગડકરીએ કહ્યું કે આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે કે વસુદેવ કુટુમ્બકમ, વિશ્વનું કલ્યાણ થવું જોઈએ. આપણી સંસ્કૃતિમાં એવું નથી કહેવાયું કે મારું કલ્યાણ પ્રથમ થવું જોઈએ. મારા પુત્રનું કલ્યાણ પ્રથમ થવુ જોઇએ. મારા મિત્રોનું કલ્યાણ પ્રથમ થવું જોઈએ. રાજકારણમાં કેટલાક લોકો કહે છે કે મારા પુત્રનું કલ્યાણ પ્રથમ થવું જોઈએ. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી ગડકરી આજે નાગપુરમાં શ્રી વિશ્વ વ્યાખ્યાન શ્રેણી 2024 કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.

જાતિવાદની વાત મારી આગળ ન કરવી  
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હું 45 વર્ષથી રાજકારણમાં છું. હું કોઈના ગળામાં હાર નથી પહેરાવતો. 45 વર્ષમાં કોઈ મારા સ્વાગત માટે આવતુ નથી. કોઇ મને મૂકવા પણ આવતું નથી. હું હંમેશા કહું છું કે કૂતરા પણ આવતા નથી, પરંતુ હવે કૂતરાઓ આવવા લાગ્યા છે, કારણ કે Z પ્લસ સિક્યોરિટીના કારણે કૂતરા સૌથી પહેલા મારી પણ પહેલા આવી જાય છે. હું પોસ્ટર પણ નથી લગાવડાવતો, બેનર નથી લગાવડાવતો. લોકોને પણ કહું છું કે વોટ આપવો હોય તો આપો, નહી આપો તો પણ તમારું કામ કરીશ. જ્ઞાતિવાદનો ઉલ્લેખ કરવો હોય તો મારા ત્યાં ન આવવું. મે કહ્યું છે જાહેરમાં જ કે જે કરશે જાતની
વાત તેને જોરથી મારીશ હું લાત. મને કોઇ ફરક નથી પડતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ નીતિન ગડકરીએ પરિવારની રાજનીતિ પર વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે એપ્રિલ 2024 માં પરિવારવાદ પર નીતિન ગડકરીએ કહ્યું હતું કે પિતા અને માતા દ્વારા ટિકિટ માંગવી તે ખોટું છે. પુત્ર-પુત્રીઓનું રાજકારણમાં પ્રવેશવું ખોટું નથી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button