ટેકનોલોજી

કોઈ બીજું તો તમારા WhatsApp એકાઉન્ટનો ઉપયોગ નથી કરી રહ્યું ને? જાણી લો એકાઉન્ટ સેફ્ટી માટેની કેટલીક ટિપ્સ

આજકાલ WhatsApp આપણા જીવનનો એક મોટો ભાગ બની રહ્યું છે. આપણે તેના પર તમામ પ્રકારની વિગતો શેર કરીએ છીએ, તેથી આપણી પ્રાઇવસીનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે.

હેકિંગની ઘટનાઓ એટલી વધી રહી છે કે આપણને ક્યારેક શંકા થાય છે કે આપણા એકાઉન્ટ સાથે ચેડા થયા છે અને કોઈ બીજું તેનો ઉપયોગ કરી રહ્યું છે. આ આપણી પ્રાઇવસી જોખમમાં મૂકી શકે છે, અને આપણા પ્રાઇવેટ મેસેજ, ફોટોઝ અથવા કોલ્સ કોઈ બીજાના હાથમાં આવી શકે છે.

જો આવું થાય, તો આપણી પ્રાઈવસી જોખમમાં મુકાઈ શકે છે, અને આપણાં પ્રાઇવેટ મેસેજ, ફોટોઝ અથવા કોન્ટેક્ટસ લીક થઈ શકે છે. જો તમને પણ આ ડર લાગી રહ્યો છે અને તમારે જાણવું છે કે કોઈ બીજું તમારા WhatsAppનો ઉપયોગ કરી રહ્યું છે કે નહીં.

આ રીતે ચેક કરો વોટ્સએપ એકાઉન્ટની પ્રાઇવસી

સૌ પ્રથમ WhatsApp પર જાઓ. તેમાં સેટિંગ્સ પર ટેપ કરો, પછી લિંક્ડ ડિવાઇસ પર જાઓ. જો કોઈએ WhatsApp વેબ દ્વારા લોગ ઇન કર્યું હશે, તો તમને તમારા ફોન પર એક સૂચના દેખાઈ શકે છે. લિંક્ડ ડિવાઇસમાં અજાણ્યું ડિવાઇસ દેખાય તો તે જોખમી છે.

મોકલેલા પણ વાંચ્યા વગરના મેસેજ જેના વિશે તમને ખબર નથી, નવા અથવા આકસ્મિક રીતે બનાવેલા ગુપ, અને તમારા દ્વારા મોકલેલા મેસેજ, જે તમે લખ્યા નથી તે બધા સંકેતો છે કે કોઈ બીજું તમારી ચેટનું એક્સેસ કરી રહ્યું છે. જો તમે ઓનલાઈન નથી પરંતુ તમારૂ એકાઉન્ટ એક્ટિવ છે, તો તે દર્શાવે છે કે WhatsAppનો ઉપયોગ કોઈ બીજું કરતું હોઇ શકે છે. જો કોઈ તમારો એન્ક્રિપ્શન કોડ બદલે તો પણ તમને સૂચના પ્રાપ્ત થઈ શકે છે.

  1. જો તમને કંઈક શંકા લાગે તો આટલું કરો
  2. બધા લિંક કરેલા ડિવાઇઝમાંથી લોગ આઉટ કરો.
  3. ટુ-સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરો.
  4. તમારા ફોનના સ્ક્રીન લોકને મજબૂત બનાવો.
  5. શંકાસ્પદ એપ્લિકેશનો અને ફાઇલો દૂર કરો.
  6. વોટ્સએપ સપોર્ટને જાણ કરો.
  7. તમારા સંપર્કોને સૂચિત કરો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button