ચોમાસાના અંતિમ રાઉન્ડમાં અને ત્યારબાદ પણ થયેલા ભારે વરસાદના કારણે શહેરા વિધાનસભા મત વિસ્તારમાં આવતાં લુણાવાડા તાલુકાનુ જેઠરીબોર સહિત આજુબાજુના ગામના ઘણા ખેડૂતોને ખેતી પાકમાં નુકસાન થયા બાદ સરકાર તરફથી કોઈ સહાય નહી મળતા ચિંતિત થઈ ઉઠયા હતા.
ચોમાસાના અંતિમ દિવસોમાં પવન સાથે થયેલા ભારે વરસાદના કારણે શહેરા અને લુણાવાડા તાલુકામાં ખેડૂતોએ પકવેલા ડાંગર સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે. જે અંગે ખેડૂતો દ્વારા રાજ્યસરકાર પાસે સહાય ચૂકવવા માટે માગણી અને રજૂઆતો કર્યા બાદ પણ હજુ સુધી સબંધિત તંત્ર દ્વારા સર્વે નહિ કરવામાં આવ્યો હોવાનુ સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે. લુણાવાડા તાલુકાના જેઠરીબોર ગામના ખેડૂત જયંતિ ભાઈ પટેલીયા સહિતના ખેડુતો પાસેથી જાણવા મળ્યા મુજબ આ પંથકના ગામોમાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સર્વે કરાયો નથી, અહીંના ખેડૂતોને રાજ્ય સરકારની ચોમાસા દરમિયાન થયેલ પાક નુકસાનીને લઈને કોઈ સહાય નહીં મળતા ખેડૂતોની દિવાળી બગડી હોય તેમ જણાવી રહ્યા છે.
Source link