NATIONAL

Noida: એમિટી યુનિવર્સિટીની બહાર ફાયરિંગ, વિદ્યાર્થીના પગમાં ગોળી વાગતા ઘાયલ

નોઈડા સેક્ટર-126 સ્થિત એમિટી યુનિવર્સિટીમાં શુક્રવારે સાંજે ફાઈરિંગની ઘટના સામે આવી હતી. અહીં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે ગોળીબાર થયો હતો. આ દરમિયાન એક વિદ્યાર્થી ગોળીથી ઘાયલ થયો હતો. વિદ્યાર્થીને તાત્કાલિક કૈલાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની હાલત નાજુક છે. હાલ પોલીસ યુનિવર્સિટી કેમ્પસમાં હાજર છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. ગોળીબાર બાદ સામસામે બોલાચાલી કરતા બન્ને જૂથના વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા. પોલીસે આરોપી વિદ્યાર્થીઓને શોધખોળ હાથ ધરી છે.

ફાયરિંગમાં એક વિદ્યાર્થી ઘાયલ

નોઇડાની એમિટી યુનિવર્સિટી દરરોજ ચર્ચામાં રહે છે. અહીં અવારનવાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના બનાવો જોવા મળે છે. યુનિવર્સિટીઓમાં લડાઈના વીડિયો પણ વાયરલ થાય છે. તેવી જ રીતે શુક્રવારે સાંજે પણ વિદ્યાર્થીઓના બે જૂથ સામસામે આવી ગયા હતા. થોડી જ વારમાં બન્ને જૂથોએ હથિયારો કાઢીને એકબીજા પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગમાં એક જૂથના એક વિદ્યાર્થીને ગોળી વાગી હતી.

ફાયરિંગની ઘટના અંગે પોલીસે માહિતી આપી

નોઈડા પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે, આજે 11 ઓક્ટોબર 2024ના રોજ સાંજે લગભગ 4 વાગે સેક્ટર-126 પોલીસ સ્ટેશનને સેક્ટર-125 રેડ લાઈટ પાસે ફાયરિંગની માહિતી મળી હતી. આ પછી સેક્ટર-126 પોલીસ સ્ટેશને ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતાં જાણવા મળ્યું કે સલારપુરમાં રહેતા નરેન્દ્ર ભાટીના પુત્ર ગૌરીશ ભાટીને જાંઘમાં ગોળી વાગી હતી.

કૈલાશ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ દાખલ

ગોળી વાગતાની સાથે જ વિદ્યાર્થી યુનિવર્સિટી કેમ્પસમાં જ નીચે પડી ગયો હતો. વિદ્યાર્થીને ગોળી વાગતા હંગામો મચાવનાર બન્ને જૂથના અન્ય વિદ્યાર્થીઓ સ્થળ પરથી નાશી છૂટ્યા હતા. યુનિવર્સિટી કેમ્પસમાં હાજર સ્ટાફે પોલીસને જાણ કરી અને તરત જ વિદ્યાર્થીને કૈલાશ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. ઘાયલ વિદ્યાર્થીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસે આરોપી વિદ્યાર્થીઓને શોધખોળ હાથ ધરી

માહિતી મળતા જ નોઈડા પોલીસ એમિટી યુનિવર્સિટી પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે હાજર લોકો પાસેથી ઘટનાની માહિતી લીધી હતી. તેમજ હોસ્પિટલ પહોંચી ઘાયલ વિદ્યાર્થીની હાલત વિશે માહિતી લીધી હતી. પોલીસે ઘાયલ વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરી છે. એમિટી યુનિવર્સિટી કેમ્પસમાં ગોળીબાર કરનારા બન્ને જૂથના વિદ્યાર્થીઓને શોધી રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button