જીટીયુ દ્વારા તાજેતરમાં જુદી જુદી 12 જગ્યાઓ પૈકી કેટલીક જગ્યાઓ માટે લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા બાદ પસંદ થયેલા ઉમેદવારોના નામો બંધ કવરમાં સત્તાધીશોને સોંપી દેવામાં આવ્યા હતા. આજે મળેલી બોર્ડ ઓફ્ ગવર્નન્સની બેઠકમાં આ કવર ખોલવામાં આવ્યા હતા.
પ્રોફેસર , આસિ. પ્રોફેસર , એકઝામ કંટ્રોલર, એકેડેમિક ઓફિસર, ટ્રેનિંગ પ્લેસમેન્ટ ઓફિસર, લાઈબ્રેરિયન અને પ્લાનિંગ ડેવલપમેન્ટ સહિતની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા બાદ આજે નિયુક્તિના કવર ખોલવામાં આવ્યા હતા. કઇ જગ્યા પર કયા ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે ? તે અંગે આવતીકાલે સત્તાવાર રીતે નોટિફ્કિેશન જાહેર કરવામાં આવશે. મહત્વની વાત એ કે, કુલ 12 જેટલી જગ્યાઓ પર જુદા જુદા ઉમેદવારોની પસંદગી પૈકી અનેક જગ્યાઓ પર યોગ્ય ઉમેદવાર મળ્યા ન હોવાની વિગતો બહાર આવી છે. લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ સહિતની કામગીરી પૂર્ણ કર્યા પછી પણ યોગ્ય ઉમેદવાર ન મળતાં સમગ્ર કાર્યવાહી નવેસરથી કરવી પડે તેમ છે. આ મુદ્દે બેઠકમાં કેટલાક સભ્યોએ ભરતી પ્રક્રિયાના રૂલ્સ અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા હતા. ભરતીના નિયમો અઘરા હોવાના કારણે અનેક જગ્યાઓ પર નિર્ધારિત ઉમેદવારો મળતા નથી અને વારંવાર પ્રક્રિયા કરવી પડે છે. ભવિષ્યમાં પસંદગીના નિયમોમાં પણ ફેરફર કરવો પડે તેમ છે કે કેમ તે અંગે પણ વિચારણા કરવાનું નક્કી કરાયુ હતુ.આ ઉપરાંત મહિલા પ્રોફેસર ની જાતિય સતામણીના કેસમાં હાલમાં ટ્રાન્સફર કરાયેલા પ્રો.એસ.ડી.પંચાલને ઇન્ટરનલ કમ્પ્લેઇન કમિટી દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
Source link