GUJARAT

Gujaratની હોસ્પિટલોમાંથી હવે ઈન હાઉસ દવા ખરીદવી ફરજિયાત નહી, જાણો કારણ

રાજયમાં ઇનહાઉસ મેડિકલ સ્ટોરને લઇ મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે,જેમાં એવું છે કે પહેલા તમે જે ડોકટરને બતાવવા જતા હતા અને તેની હોસ્પિટલમાં જે મેડિકલ સ્ટોર હોય તેમાંથી જ તમને દવા મળતી હતી અને હવે શાંતિ એ વાતની રહેશે કે હોસ્પિટલની મેડિકલથી દવા ખરીદવી હવે ફરજિયાત નહી રહે જેને લઈ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પરિપત્ર કરાયો છે.
હવે ગમે ત્યાંથી દવાની કરી શકશો ખરીદી
રાજ્યમાં આવેલ હોસ્પિટલો ખાતે આવેલ ઇન હાઉસ મેડીકલ સ્ટોર પર-“આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી ” તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવામાં આવશે,રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે.ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયા જણાવે છે કે તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડીકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે. જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે.
કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદાશે
જેથી જાહેર જનતાના હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડીકલ સ્ટોરના સંચાલકોને -“આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી ” તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવેલ છે. જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડીકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button