GUJARAT

Surendranagar શહેરમાં નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી મામલતદાર દ્વારા સીલ કરી દેવામાં આવી

સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગના નિવૃત કર્મચારીની બાકીની ગ્રેજ્યુઈટીની રકમ ચૂકવવાનો કોર્ટનો આદેશ છતાય ના ચુકવતા મિલકત જપ્તીનો આદેશ કરતા મામલતદાર દ્વારા નાયબ કાર્યપાલકની કચેરી સીલ કરતા દોડધામ મચી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર માર્ગ મકાન કચેરી (સ્ટેટ)ની ક્ચેરીના નિવૃત કર્મચારીની ગ્રેજ્યુટીની બાકીની રકમ ના ચૂકવતા લેબર કોર્ટમાં જતા ચૂકવવા આદેશ કર્યો હતો. પરંતુ કાર્યવાહી ના થતા કર્મચારીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટના આદેશ બાદ કલેકટર દ્વારા માર્ગ મકાન વિભાગને નોટીસ આપી બાકી 3 લાખ અને વ્યાજની ચૂકવણી કરવા જણાવ્યું હતું. એમ છતાંય રકમ ના ચૂકવતા કલેકટર દ્વારા મામલતદારને અધિકૃત કરી મિલકત જપ્તી કરવાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.મામલતદાર પી.એમ.અટારાની ટીમે નાયબ કાર્યપાલક ઈજનેરની ક્ચેરી અને ક્લાર્ક કચેરી સીલ કરી કડક કાર્યવાહી હાથ ધરાતા સરકારી સ્ટાફ્માં ફ્ફ્ળાટ વ્યાપી ગયો હતો. હવે નિવૃત કર્મીને ગ્રેજ્યુઈટીની રકમ ટૂંકસમયમાં ચૂકવી જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button