શક્તિપીઠ અંબાજી મંદિર ગુજરાતનું જ નહીં દેશ વિદેશનું પ્રખ્યાત માં જગત જનની અંબાનું મંદિર છે. ત્યારે માં જગતજનની અંબાના દર્શન અને માતાજીનો આશીર્વાદ મેળવવા માટે હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો માંના દ્વારે આવતા હોય છે. હાલમાં નવરાત્રિનો પર્વ પરિપૂર્ણ થયો છે. ત્યારે આજે દશેરાના દિવસે અંબાજી મંદિર દ્વારા સમી પૂજા અને શસ્ત્ર પૂજાનું કરવામાં આવી હતી.
દશેરા નિમિત્તે અંબાજીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી
આજે દશેરા નિમિત્તે શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ શોભાયાત્રામાં રામ, લક્ષ્મણ, સીતા સહિત હનુમાનજી અને રાવણના પાત્ર પણ ભજવવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ડીજેના તાલે નાચતા ગાતા જોવા મળ્યા હતા. આજે દશેરાના દિવસે અંબાજીમાં આવેલા માનસરોવર ખાતે સમી પૂજા અને શસ્ત્ર પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું.
સમી પૂજા અને શસ્ત્ર પૂજા
સમી પૂજા અને શસ્ત્ર પૂજાનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે. આ પૂજા વિધિમાં અંબાજી મંદિરના પૂજારીઓ સહિત મંદિરના વહીવટદાર, અધિકારીઓ અને સ્ટાફ હાજર રહે છે. માનસરોવરમાં આવેલા સમીના ઝાડ નીચે મંદિરના પૂજારીઓ દ્વારા મંત્રો ઉચ્ચાર સાથે વિધિવત રૂપે સમી પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે આજે દશેરાના દિવસે મંદિરના પૂજારીઓ દ્વારા શસ્ત્રોનો પૂજન અને સમી પૂજા કરવામાં આવી હતી.
અંબાજી મંદિરમાં આઠમનો હવન
હાલમાં આસો નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે. આજે આઠમ હોઈ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. અંબાજી મંદિરની હવન શાળામાં પણ સવારે નવચંડી યજ્ઞ શરૂ થયો હતો. દાંતાનો રાજવી પરિવાર આઠમના દિવસે ખાસ અંબાજી આવતો હોય છે. અંબાજી પાસેના આદિવાસી પરિવારો દાંતા રાજાનુ સામૈયું કરતા હોય છે. અંબાજી મંદિરમાં આજે બપોરે ઝવેરા વિધિ થઈ અને બપોર બાદ આઠમના હવનની પૂર્ણાહુતિ દાંતાના રાજાના હસ્તે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો નારીયલ અને ઘી હોમતા જોવા મળ્યા હતા.
અંબાજી મંદિરમાં મંગળા આરતી
આજે આઠમ નિમિત્તે અંબાજી મંદિરમાં વહેલી સવારે 6 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો દૂર-દૂરથી દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરને રંગબેરંગ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આજે સવારે અંબાજી મંદિરની હવન શાળામાં નવચંડી યજ્ઞ શરૂ થયો, ત્યારે દાંતાના રાજા હવનમાં પુરા પરિવાર સાથે જોડાયા હતા.
Source link