GUJARAT

વધુ એક વાર લાલબાગ બ્રિજ નીચેથી આઠ ફૂટના મગરને ઝડપી લેવાયો

લાલબાગ બ્રિજ નીચેથી બુધવારે રાત્રે સાડા બાર કલાકે મગરનુ રેસ્કયૂ કરવામાં આવ્યુ હતુ.

લાલબાગ બ્રિજ નીચે બુધવારે રાત્રે રોડ પર આવી ગયો હતો.જયાં નજીકમાંજ કન્સ્ટ્રકશન સાઇટ ચાલતી હોવાથી શ્રામજીવીઓ પણ બ્રિજ નીચે આશરો લેતા હોય છે. મગર દેખાદેતા શ્રામજીવીઓ અને લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. આ બનાવ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્કયૂ માટે કાર્ય કરતી સંસ્થાને ફોન કર્યો હતો. આ સંસ્થાના કાર્યકરો ઘટના સ્થળે પહોંચી જઇને 8 ફુટ લાંબા મગરનું રેસ્કયૂ કર્યુ હતુ. આ મગરને રેસ્કયૂ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button