મહેસાણા નગરપાલિકા કચેરી પાસે આવેલ 10 લાખ લીટરની કેપેસિટી ધરાવતી મોટી પાણીની ટાંકીનો વાલ્વ એકા એક ક્ષતિ પામતા પાણી લિકેઝ થયું હતું. પાણીનો વાલ્વ ઉપરની ચાકી તૂટી જતા ટાંકીમાં રહેલ દોઢ લાખ લીટર જેટલું પાણી ઊંચાઈના પ્રેશર સાથે વાલ્વમાંથી લિકેઝ થવા લાગ્યું હતું.
ટાંકીમાંથી ભારે પ્રેશર સાથે પાણી લિકેઝ થતા પાલિકા કચેરીથી લઈ રંજનના ઢાળમાં અને કલેકટર બંગલોથી હૈદરી ચોક પરના રસ્તામાં પાણીની નદીઓ વહેવા લાગી હતી. રોડ પર ચોમાસાના ભારે વરસાદની જેમ ચારે બાજુ બસ પાણી જ પાણી થઈ ગયું હતું. જ્યારે કલેકટર બંગલા પાસે પસાર થતા વાહન ચાલકોને રસ્તા પર ભરાયેલ પાણીમાંથી જવાની ફરજ પડી હતી. જ્યારે વાલ્વના મેન્ટેનન્સ માટે ટાંકીમાંથી પાણી ખાલી કરવું જરૂરી હોઈ ટાંકીમાં ભરેલ અંદાજે દોઢ લાખ લીટર પાણી વહી ગયું હતું. જે બાદ જૂનો વાલ્વ ઓપરેસ્ટ કરી બગડેલા વાલ્વને મેન્ટેનન્સ માટે અન્ય શહેરમાં મોકલવામાં આવ્યો હતો. જેને રીપેર થતા અંદાજે 3 દિવસનો સમય લાગવાનો અંદાજ રહ્યો છે.
બીજી તરફ્ મોટી માત્રામાં એક સાથે વહી ગયેલ પાણીને કારણે કચરો અને માટીનો વરસાદી લાઈનમાં ભરાઈ જતા પાલિકાની ટીમે કલેકટર બંગલા પાસેની વરસાદી લાઇન માંથી એક ટ્રેકટરની ટ્રોલી ભરી માટી બહાર કાઢી લાઈનની સાફ સફાઇ કરી હતી .
Source link