GUJARAT

Ahmedabad: ગેસ ગળતરની ઘટનામાં વધુ એકનું મોત, કૂલ 3 લોકોના મોત

અમદાવાદમાં 2 દિવસ પહેલા બનેલી ગેસ ગળતરની ઘટનામાં આજે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. શહેરના નારોલમાં ગેસ ગળતરની બનેલી ઘટનામાં અત્યાર સુધી કૂલ 3 લોકોના મોત થયા છે. આજે સારવાર દરમિયાન મહેન્દ્ર નામના દર્દીનું મોત થયું છે.

કંપનીના માલિકની પોલીસે કરી ધરપકડ

તમને જણાવી દઈએ કે 2 દિવસ અગાઉ દેવી સિન્થેટિક લિમિટેડમાં ગેસ ગળતરની ઘટના બની હતી અને સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી કરતા સમયે આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે હજુ પણ 6 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે અને ગઈકાલે કંપનીના માલિક વિનોદ અગ્રવાલની પણ ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

કંપનીના સુપરવાઈઝર સામે પણ નોંધાયો ગુનો

ગઈકાલે જ ગેસ ગળતરની ઘટના મામલે પોલીસે ફેક્ટરી માલિક વિનોદ અગ્રવાલ અને કંપનીના સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહિત વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને જે 2 આરોપી પૈકી કંપનીના માલિક વિનોદ અગ્રવાલની પોલીસે ધરપકડ કરી હતી અને અન્ય આરોપી મંગલસિંહ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેથી તેની સારવાર બાદ ધરપકડ કરવામાં આવશે.

9 જેટલા શ્રમિકોને અસર પહોંચી હતી

27 ઓક્ટબરે રવિવારે નારોલમાં દેવી સિન્થેટિક ટેક્સટાઈલ કંપનીમાં કેમિકલ ખાલી કરતા સમયે ગેસ ગળતરની ઘટના બની હતી અને જેમાં 9 જેટલા શ્રમિકોને અસર પહોંચી હતી. જેમાં 2 શ્રમિકોના ગંભીર અસર થવાના કારણે મોત થયા હતા. અન્ય લોકોને ગંભીર રીતે ગેસ ગળતરની અસર થતાં હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

કર્મચારીઓના સેફ્ટી બાબતે નહતી કોઈ વ્યવસ્થા

બીજી તરફ પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે કંપની દ્વારા કર્મચારીઓની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની કાળજી રાખવામાં આવતી ન હતી, કર્મચારીઓને માસ્ક, બુટ, મોજા વગેરે પ્રકારના કોઈ પણ સાધનો આપવામાં આવતા નહતા. જેના કારણે કર્મચારીઓ પાસે જીવના જોખમે કામ કરાવવામાં આવતું હતું. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button