નવરાત્રિ અંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના વિવાદિત નિવેદન બાદ હવે વધુ એક સંતનો નવરાત્રિ મુદ્દે બફાટ સામે આવ્યો છે. જૈન સંપ્રદાયના વિજય બોધીસૂરીશ્વરજી મહારાજનો વીડિયો વાયરલ થયો છે.
જૈન સંપ્રદાયના વિજય બોધીસૂરીશ્વરજી મહારાજનો બફાટ આવ્યો સામે
જૈન સંપ્રદાયના વિજય બોધીસૂરીશ્વરજી મહારાજ પણ નવરાત્રિને લવરાત્રિ કહી રહ્યા છે. સૌથી વધારે પાપનો પ્રવેશ કરાવનાર કોઈ હોય તો તે નવરાત્રિ છે તેવુ વીડિયોમાં કહી રહ્યા છે. વધુમાં જૈન સંપ્રદાયના મહારાજે કહ્યું કે નવરાત્રિમાં લોકોને 9 દિવસના જુદા જુદા કપડા, 9 દિવસનો જુદો જુદો મેક અપ અને 9 દિવસના જુદા જુદા શોખ હોય છે.
નવરાત્રિના 3 માસ બાદ એબોર્શન કરાવવા લાઈનો લાગે છે: વિજય બોધીસૂરીશ્વરજી મહારાજ
જૈન સંપ્રદાયના વિજય બોધીસૂરીશ્વરજી મહારાજે કહ્યું કે ખાનપુરના ડોકટરે મને કહ્યું હતું કે નવરાત્રિના 3 માસ બાદ એબોર્શન કરાવવા માટે લાઈનો લાગે છે. જેમાં જૈનોની છોકરીઓ પણ હોય છે, તમારા મા-બાપ શેના માટે મોકલે છે. મારે JCIને ધન્યવાદ આપવા છે, તેમના કાર્યક્રમમાં આવ્યો અને એ સમયે હું આવ્યો અને મેં કહ્યું હતું કે નવરાત્રિને રદ કરી દે, એ દિવસથી JCIમાં નવરાત્રિ રમાડવાનું બંધ કરી દીધું છે. જો કે તમને જણાવી દઈએ કે આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે, એ અંગે કોઈ ચોક્કસ માહિતી નથી પણ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અંગેની પુષ્ટી સંદેશ ન્યૂઝ કરતું નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા નવરાત્રિને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું છે અને તેમને નવરાત્રિને લવરાત્રિ ગણાવી છે. આ સાથે જ અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિને ફેશન રાત્રિ પણ ગણાવી હતી.
સ્વામિનારાયણ સંતના બફાટ પર VHPનું નિવેદન
સ્વામિનારાયણ સંતના બફાટ પર VHPના મહામંત્રી અશોક રાવલે નિવેદન આપતા કહ્યું કે ઘણા સંતો બફાટ કરે છે તેમના શબ્દો યોગ્ય નથી. તેઓ ના શોભે તેવા નિવેદનો કરે છે, તેમને પહેલા પોતાનામાં જોવું જોઈએ. પહેલા વિચાર કરે પછી આવા નિવેદનો કરે. નવરાત્રિ કોઈ લવરાત્રિ નથી. તેમના આચાર્યોઓએ સંતોને નિવેદન ન કરવા કહેવું જોઈએ. ઘણા સંતોને એવું છે કે તેઓ ટીવી પર આવી જાય, તેમને સાંભળવાવાળો વર્ગ મોટો છે પણ એવું નથી.
Source link