NATIONAL

મોદીનો એક SMS અને 4 દિવસમાં બંગાળથી ગુજરાતમાં શિફ્ટ થયો નેનો પ્લાન્ટ

ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. બુધવારે રાત્રે (9 ઓક્ટોબર) 86 વર્ષની વયે તેમનું અવસાન થયું. રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છે, દરેકની આંખ ભીની છે. રતન ટાટાની ગણતરી સૌથી સફળ ઉદ્યોગપતિઓની યાદીમાં થાય છે. તેમના નેતૃત્વમાં ટાટા ગ્રુપે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સફળતા હાંસલ કરી હતી.

ભલે તેઓ હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે કરેલા કામ માટે દેશ તેમને હંમેશા યાદ રાખશે. તમને જણાવી દઈએ કે રતન ટાટાએ નેનો કાર લોન્ચ કરી હતી. જેને લખટકિયા કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની વાર્તા પણ રસપ્રદ છે.

‘વેલકમ’

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રતન ટાટાને માત્ર એક જ શબ્દનો SMS મોકલ્યો હતો, આ SMSના કારણે 2008માં ટાટા નેનો પ્રોજેક્ટને પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં ખસેડવામાં આવ્યો હતો અને આ SMS હતો ‘વેલકમ’.

નરેન્દ્ર મોદીએ ટાટાને કર્યો મેસેજ

નરેન્દ્ર મોદીએ ટાટાને આ SMS ત્યારે મોકલ્યો હતો જ્યારે ઉદ્યોગપતિ રતન ટાટા કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીની આગેવાની હેઠળના હિંસક વિરોધને પગલે પશ્ચિમ બંગાળમાંથી ટાટા નેનો પ્રોજેક્ટને હટાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ સંભળાવ્યો હતો કિસ્સો

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2010માં સાણંદમાં 2000 કરોડ રૂપિયાના રોકાણ સાથે બનેલા ટાટા નેનો પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતી વખતે કહ્યું હતું કે, જ્યારે રતન ટાટાએ કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હું પશ્ચિમ બંગાળ છોડી રહ્યો છું. ત્યારે મેં તેમને કહ્યું હતું કે ‘ ‘Welcome’ કહીને એક નાનો SMS મોકલ્યો અને હવે તમે જોઈ શકો છો કે રૂ. 1નો SMS શું કરી શકે છે.

4 દિવસમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો પ્લાન્ટ

રતન ટાટાએ 3 ઓક્ટોબર 2008ના રોજ નેનો પ્રોજેક્ટને પશ્ચિમ બંગાળની બહાર ખસેડવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, આગામી 4 દિવસમાં ગુજરાતના સાણંદમાં પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

નેનો પ્રોજેક્ટને દેશની બહાર જવા દેવામાં આવ્યો ન હતો

ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ઘણા દેશો નેનો પ્રોજેક્ટ માટે શક્ય તમામ મદદ આપવા તૈયાર છે, પરંતુ ગુજરાત સરકારના અધિકારીઓએ ખાતરી કરી હતી કે, પ્રોજેક્ટ ભારતની બહાર ન જાય. તેમણે સરકારી તંત્રની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તે કાર્યક્ષમતામાં કોર્પોરેટ સંસ્કૃતિ સાથે મેળ ખાય છે અને રાજ્યના ઝડપી વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

તત્કાલીન ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી

જૂન 2010માં સાણંદમાં પ્લાન્ટમાંથી પ્રથમ નેનો કારના રોલઆઉટ દરમિયાન રતન ટાટાએ મોદીની આગેવાની હેઠળની ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી. રતન ટાટાએ કહ્યું હતું કે, જ્યારે અમે બીજા નેનો પ્લાન્ટની શોધ કરી ત્યારે અમે શાંતિ અને સંવાદિતા તરફ આગળ વધવા માંગતા હતા. ગુજરાતે અમને જે જોઈએ તે બધું આપ્યું. અમારામાં દર્શાવેલ સમર્થન અને વિશ્વાસ માટે અમે ખૂબ જ આભારી છીએ. જો કે, ટાટાએ 2018માં નેનો કારનું ઉત્પાદન બંધ કરી દીધું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button