ENTERTAINMENT

OSCAR Award 2025: ‘લાપતા લેડીઝ’નું ઓસ્કાર 2025 માટે સિલેક્શન

ઓસ્કાર 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી છે. કિરણ રાવ દ્વારા નિર્દેશિત ‘લાપતા લેડીઝ’ 97માં એકેડેમી એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેને બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. ધ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સભ્યોએ એકેડેમી એવોર્ડ્સમાં ભારતના સત્તાવાર પ્રવેશની જાહેરાત કરી છે. આમિર ખાન પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મમાં પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ અને નિતાંશી ગોયલ લીડ એકટર હતા. આ ફિલ્મમાં રવિ કિશન અને છાયા કદમે મહત્વનો રોલ પ્લે કર્યો છે.

29 ફિલ્મો પાછળ છોડી

પિતૃસત્તા પર હળવા દિલથી વ્યંગવાળી હિન્દી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને 29 ફિલ્મોની લિસ્ટમાંથી પસંદ કરવામાં આવી હતી, જેમાં બોલીવુડની હિટ ‘એનિમલ’, મલયાલમ નેશનલ એવોર્ડ વિજેતા ‘આટ્ટમ’ અને કાન્સની વિજેતા ‘ઓલ વી ઈમેજિન ઈઝ લાઈટ’નો પણ સમાવેશ થાય છે.’ આસામી દિગ્દર્શક જાહનુ બરુઆના અધ્યક્ષતા હેઠળની 13 સભ્યોની પસંદગી સમિતિએ સર્વસંમતિથી આમિર ખાન અને કિરણ રાવ દ્વારા નિર્મિત ‘લાપતા લેડીઝ’ને એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ કેટેગરીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. આ ફિલ્મે તમિલ ફિલ્મ ‘મહારાજા’, તેલુગુ ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ અને ‘હનુ-માન’ને પણ પાછળ છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે, ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ અને ‘આર્ટિકલ 370’ પણ 29 ફિલ્મોની લિસ્ટમાં સામેલ હતી.

ક્યાં જોઈ શકશો આ ફિલ્મ

તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘લાપતા લેડીઝ’ 1 માર્ચના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર તેની શરૂઆત ધીમી રહી હતી. ઓપનિંગ વીકએન્ડ સુધીમાં ફિલ્મ 4 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી. થિયેટરમાં રિલીઝ થયાના 50 દિવસ પછી ‘લાપતા લેડીઝ’નું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 17.31 કરોડ રૂપિયા રહ્યું. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. હાલમાં જ કિરણ રાવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘જો લાપતા લેડીઝ ઓસ્કાર સુધી પહોંચશે તો મારું સપનું પૂરું થશે. હાલમાં આ એક પ્રક્રિયા છે અને મને ખાતરી છે કે તેના પર વિચાર કરવામાં આવશે.

ગયા વર્ષે રિલીઝ થઈ હતી આ ફિલ્મ

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે મલયાલમ સુપરહિટ ‘2018: એવરીવન ઈઝ અ હીરો’ ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી બની હતી. હાલમાં આ ફિલ્મને ખાસ સફળતા મળી નથી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button