શિક્ષણ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટરની જગ્યામાં વર્ગ-1ના અધિકારીઓને બઢતીથી મૂકવામાં આવતા હોય છે એના બદલી વર્ગ-2ના અધિકારીઓને આ જગ્યામાં બઢતી અપાતાં ગોઠવણો દોર ચાલ્યો હોવાના શિક્ષણ આલમમાં આક્ષેપો થઈ રહ્યાં છે. મહેસૂલ વિભાગ દ્વારા 25મી ઓક્ટોબરના રોજ 122 અધિકારીઓને બઢતી સાથે બદલીઓ કરવામાં આવી હતી.
આ 122 અધિકારીઓના ઓર્ડરમાં બે અધિકારીઓને શિક્ષણ વિભાગમાં ગોઠવ્યાં છે. જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી (Dy .DEO) તરીકે ફરજ બજાવતાં વર્ગ-1ના અધિકારી ભૂમિ બી.કેશવાલાને કમિશનર ઓફ સ્કૂલની કચેરીમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે બદલીથી નિમણુક અપાઈ છે. એ સિવાય ગાંધીનગરમાં સ્પેશિયલ મામ.-બજેટ-કમિશનપ લેન્ડ રિફોર્મ્સમાં ફરજ બજાવતાં વર્ગ-2ના અધિકારી રૂપ પટેલને કમિશનર ઓફ હાયર એજ્યુકેશનની કચેરીમાં હંગામી ધોરણો બઢતી આપી ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નિયુક્તિ અપાઈ છે. આ બંન્ને અધિકારી અત્યારની સ્થિતિએ વર્ગ-1 એટલે કે, 5400 પે સ્કેલમાં હોવા છતાં ડેપ્યુટી ડાયરેક્ટર કે જેઓ 6,600નો સ્કેલ છે એવી જગ્યામાં નિયુક્તિ અપાતાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે.
લાયક 8 અધિકારીને 6 મહિનાથી લટકાવી રાખ્યા
એક તરફ રાજ્યનાં 8 DEO-DPEO ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે લાયક હોવા છતાં છેલ્લા 6 મહિનાથી ઈંતેજાર કરી રહ્યાં છે અને સરકાર માત્ર લોલીપોપ આપી રહી છે. બીજી તરફ જેઓ લાયક નથી એવા બે અધિકારી કે તેઓ વર્ગ-1ના અને અન્ય વિભાગના હોવા છતાં શિક્ષણ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ગોઠવી દેવામાં આવતાં રોષ જોવા મળ્યો છે.
Source link