- સમાન કામ, સમાન વેતનની સરકાર સમક્ષ રજૂઆત
- વારંવારની રજૂઆતો છતાં કોઈ નિર્ણય લેવાયો નથી
- પંચાયત વિભાગના કર્મચારીઓના પગાર ઘટાડી દેવાતાં નારાજગી
ગુજરાતમાં જિલ્લા પંચાયતોના એક લાખથી વધુ વર્ગ-3ના કર્મચારીઓને પગારમાં ભેદભાવ કરાઈ રહ્યો છે, પંચાયત સેવા હસ્તકના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, નાયબ ચિટનીસ કેડરોને અપગ્રેડ નહિ કરતાં ઉપલા પગાર ધોરણ ફિકસેશન વખતે વિસંગતતા ઊભી થવા પામી છે,
આ સંદર્ભે ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘે મુખ્યમંત્રી, નાણાં મંત્રી, પંચાયત મંત્રી સહિતના વિવિધ સ્તરે અન્યાય દૂર કરવા માગણી કરી છે, સમાન કામ, સમાન વેતનની માગણી નહિ સ્વીકારાય તો આંદોલન છેડવાની પણ મહાસંઘે ચીમકી ઉચ્ચારી છે. પંચાયત વિભાગના વર્ગ-3ના કર્મીઓની સમાન કામ, સમાન વેતન હેઠળ પગાર વિસંગતતા દૂર કરી ઉચ્ચતર પગાર ધોરણ આપવા માગણી કરાઈ છે. પંચાયત સેવાના કલાર્ક, ફાર્માસિસ્ટ જેવી કેડરમાં સમાન લાયકાત હોવા છતાં એક સમાન પગાર નથી, રાજ્ય સરકારના કર્મચારીઓ કરતાં પંચાયત સેવાના કર્મીઓને ભારોભાર અન્યાય થઈ રહ્યો છે, પંચાયત વિભાગના કર્મચારીઓના પગાર ઘટાડી દેવાતાં, કર્મચારીઓમાં લાંબા સમયથી નારાજગી છે. રાજ્યના વિવિધ સંગઠનોએ આ મામલે સરકારમાં વારંવાર રજૂઆતો કરી છે, જોકે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, હવે આગામી સમયમાં અન્યાય દૂર નહિ કરાય તો મહાસંઘ આંદોલન ઉપર ઉતરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Source link