- હાઇકોર્ટ અને ટ્રાયલ કોર્ટમાં 5 કરોડથી વધુ કેસ નિકાલ વિના ન્યાય ક્યારે તોળાય તેની રાહ જુએ છે
- જજિસની સંખ્યા વધવા છતાં સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ કેસની સંખ્યા સૌથી વધુ છે
- 10 વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં 8 ગણો પેન્ડિંગ કેસની સંખ્યામાં વધારો
દેશની સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ કેસની સંખ્યા વધીને 83,000ની નજીક પહોંચી છે. છેલ્લા 10 વર્ષમાં પેન્ડિંગ કેસમાં 8 ગણો વધારો થયો છે. અત્યાર સુધીમાં પેન્ડિંગ કેસની આ સંખ્યા સૌથી વધારે અને અકળાવનારી છે. સુપ્રીમ કોર્ટમાં જજિસની સંખ્યામાં વધારો થવા છતાં નિકાલ વિનાના કેસની સંખ્યા સતત વધી રહી છે.
હાલ સુપ્રીમ કોર્ટમાં 82,831 કેસ નિકાલ વિનાના પડી રહ્યા છે. તારીખ પે તારીખને કારણે ન્યાય તોળવામાં વિલંબ થઈ રહ્યો છે. દેશની હાઇકોર્ટો અને ટ્રાયલ કોર્ટમાં પણ 5 કરોડથી વધુ કેસ ક્યારે નિકાલ થશે તેની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં 27,604 કેસ પેન્ડિંગ પડી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં 2024માં 38,995 નવા કેસ દાખલ કરાયા હતા. જેમાંથી 37,158 કેસનો નિકાલ થયો છે. છેલ્લા 10 વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં 8 વખત પેન્ડિંગ કેસની સંખ્યામાં વધારો થયો છે. 2015 તેમજ 2017માં પેન્ડિંગ કેસની સંખ્યા ઘટી હતી. 2014માં કુલ 41 લાખ કેસ પેન્ડિંગ હતા જે વધીને 59 લાખ પર પહોંચી ગયા છે. ટ્રાયલ કોર્ટમાં 2014માં 2.6 કરોડ કેસ પેન્ડિંગ હતા જે હવે વધીને 4.5 કરોડ થઈ ગયા છે. કોરોના મહામારીમાં સુપ્રીમ કોર્ટમાં કામગીરીને માઠી અસર થઈ હતી અને પેન્ડિંગ કેસમાં વધારો થયો હતો.
સુપ્રીમ કોર્ટમાં બે વખત જજિસની સંખ્યા વધી પણ કેસ ઓછા થયા નથી
2009માં સુપ્રીમ કોર્ટમાં જજિસની સંખ્યા 26 હતી જે વધારીને 31 કરવામાં આવી હતી. આમ છતાં પેન્ડિંગ કેસની સંખ્યા ઘટી નથી. 2019માં CJI જસ્ટિસ રંજન ગોગોઈના કાર્યકાળમાં જજિસની સંખ્યા 31થી વધારીને 34 કરવામાં આવી હતી. આમ છતાં પેન્ડિંગ કેસની સંખ્યા 57,000થી વધીને 60,000 થઈ હતી.
પેપરલેસ સિસ્ટમ આવ્યા પછી પેન્ડિંગ કેસ ઘટયા
સુપ્રીમ કોર્ટમાં 2013માં પેન્ડિંગ કેસની સંખ્યા 50,000થી વધીને 66,000 થઈ હતી. જો કે 2014માં પેન્ડિંગ કેસની સંખ્યા ઘટીને 63,000 થઈ હતી. 2017માં જસ્ટિસ જે.એસ.ખેહર દ્વારા કેસના નિકાલ માટે પેપરલેસ સિસ્ટમ દાખલ કરવામાં આવતા કેસનો ઝડપી નિકાલ શક્ય બન્યો હતો અને પેન્ડિંગ કેસની સંખ્યા ઘટીને 56,000 થઈ હતી. સર્વોચ્ચ અદાલત વારંવાર પડતર કેસ અંગે ચિંતા વ્યક્ત કરે છે.
Source link