- પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે
- પાકિસ્તાન પર ફરી એકવાર હારનો ખતરો તોળાઈ રહ્યો છે
- બીજી ટેસ્ટમાં લિટન દાસે સદી ફટકારીને બાંગ્લાદેશની વાપસી કરાવી
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ રાવલપિંડીમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેઓ આ મેચ પણ જીતવા તરફ આગળ વધી રહ્યા છે. આ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન લિટન દાસે પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી. તેની શાનદાર ઇનિંગ્સના કારણે બાંગ્લાદેશે આ મેચમાં વાપસી કરી હતી.
વાસ્તવમાં પાકિસ્તાનનો પ્રથમ દાવ 274 રનમાં સમેટાઈ ગયો હતો. આ પછી બાંગ્લાદેશનો પ્રથમ દાવ સંઘર્ષપૂર્ણ રહ્યો હતો, તેણે 26 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી લિટને મહેંદી હસન સાથે 165 રનની ભાગીદારી કરી અને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી.
લિટન દાસે મચાવી હલચલ
ખુર્રમ શહઝાદે મહેંદી હસનને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. મહેંદી હસન આઉટ થયા પહેલા જ લિટને કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી. આ સાથે લિટન દાસ એક ખાસ યાદીમાં જોડાયો છે. આ ખાસ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની પણ છે. તે પાકિસ્તાનમાં સદી ફટકારનાર છઠ્ઠો વિદેશી વિકેટકીપર બન્યો છે. છેલ્લી વખત આ સિદ્ધિ ઈંગ્લેન્ડના ઓલી પોપે વર્ષ 2022માં કરી હતી. વર્ષ 2006માં એમએસ ધોનીએ ફૈસલાબાદમાં 148 રનની ઇનિંગ રમી હતી.
પાકિસ્તાનમાં સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન
ખેલાડી | દેશ | વર્ષ | રન |
સ્ટેડિયમ |
વોરેન લીસ | ન્યુઝીલેન્ડ | 1976 | 152 |
નેશનલ સ્ટેડિયમ, કરાચી
|
રોમેશ કાલુવિથરાણા | શ્રીલંકા | 1999 | 100 | ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર |
કુમાર સંગાકારા | શ્રીલંકા | 2002 અને 2009 | 230 અને 104 | ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર |
એમએસ ધોની | ભારત | 2006 | 148 |
ઇકબાલ સ્ટેડિયમ, ફૈસલાબાદ
|
ઓલી પોપ | ઈંગ્લેન્ડ | 2022 | 108 |
પિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
|
લિટન દાસ | બાંગ્લાદેશ | 2024 | 138 |
પિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી |
ઐતિહાસિક જીતના માર્ગે બાંગ્લાદેશ
બીજી ટેસ્ટ મેચમાં પણ બાંગ્લાદેશની ટીમ જીત તરફ આગળ વધી રહી છે. બાંગ્લાદેશને ચોથી ઇનિંગમાં 185 રનનો ટાર્ગેટ મળ્યો છે. બાંગ્લાદેશે પણ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 42 રન બનાવી લીધા છે. બીજી ઈનિંગમાં પણ પાકિસ્તાનની ટીમ 172 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે પાકિસ્તાન પર હવે સિરીઝમાં ક્લીન સ્વીપનો ખતરો છે. બાંગ્લાદેશની ટીમે પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી.
Source link