NATIONAL

Pakistan હવે પાણી માટે તડપશે..! ભારતે પાકિસ્તાનને સમીક્ષા માટે કેમ મોકલી નોટિસ?

ભારત સરકારે સિંધુ જળ સંધિની સમીક્ષા માટે પાકિસ્તાન સરકારને કડક શબ્દોમાં નોટિસ મોકલી છે. ભારતે પાકિસ્તાનને મોકલેલી નોટિસમાં કહ્યું છે કે, આ કરાર ઘણો જૂનો છે અને તે બદલાવ ઈચ્છે છે. આ કરાર બન્ને દેશો વચ્ચે નદીના પાણીની વહેંચણીને લઈને કરવામાં આવ્યો હતો. ભારતે નોટિસમાં દલીલ કરી છે કે, 1960માં આ સમજૂતી પર હસ્તાક્ષર થયા ત્યારથી અત્યાર સુધીમાં બન્ને દેશોના હાલાતમાં ઘણા ફેરફારો થયા છે, તેથી આ સંધિમાં પણ ફેરફારની જરૂર છે.

છેલ્લા છ દાયકામાં ખેતીની જરૂરિયાતો બદલાઈ

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે સિંધુ જળ સંધિની સમીક્ષા માટે કલમ 12(3) હેઠળ 30 ઓગસ્ટે જ ઔપચારિક નોટિસ મોકલી હતી. જો કે, આ અંગે પાકિસ્તાન તરફથી કોઈ જવાબ આવ્યો નથી. નોટિસ મોકલ્યાને લગભગ બે અઠવાડિયા વીતી ગયા છે. ભારત માને છે કે, છેલ્લા છ દાયકામાં ભારતની વસ્તી વધી છે અને ખેતીની જરૂરિયાતો બદલાઈ છે, તેથી પાણીની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સિંધુ જળ સંધિની સમીક્ષા કરવી જોઈએ.

સિંધુ જળ સંધિ શું છે?

નદીના પાણીના વિતરણને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલો આ કરાર છે. આ સંધિ 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં થઈ હતી. આ સંધિ પર ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ વિશ્વ બેન્કે આ કરારમાં મધ્યસ્થી કરી હતી. વિશ્વ બેન્ક અને સંયુક્ત રાષ્ટ્રની પહેલ બાદ બન્ને દેશો વચ્ચે પાણીની વહેંચણીને લઈને તણાવ ઓછો થયો હતો.

નદીઓના પાણીના ઉપયોગને લઈને બન્ને દેશો વચ્ચે સમજૂતી

1969માં હસ્તાક્ષર કરાયેલ સિંધુ જળ સંધિ હેઠળ ભારતને પૂર્વ ભાગની ત્રણ નદીઓ જેમ કે, બિયાસ, રાવી અને સતલજ પર નિયંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે પાકિસ્તાનને સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીઓ પર નિયંત્રણ આપવામાં આવ્યું હતું. આ નદીઓના પાણીના ઉપયોગને લઈને બન્ને દેશો વચ્ચે સમજૂતી કરવામાં આવી હતી. આ સમજૂતીમાં પાણીની માત્રા નક્કી કરવામાં આવી હતી.

આઝાદી પછીથી વિવાદ

સિંધુ નદી ચાર દેશો વચ્ચે વિવાદનો વિષય રહી છે. 1947માં દેશને આઝાદી મળી ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો છે. સિંધુ નદીના પાણીને લઈ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે આ નદી તિબેટમાંથી વહે છે. આ નદીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા વિવાદો થયા છે. પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે જ્યારે ભારતે 1948માં જ તેને પાણી આપવાનું બંધ કરી દીધું ત્યારે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી હતી. જ્યારબાદ સંયુક્ત રાષ્ટ્રની પહેલ પર વિશ્વ બેન્કે આ કરાર 1954માં કરાવ્યો, જેના પર 1960માં જ હસ્તાક્ષર થઈ શક્યા.

સ્થાયી સિંધુ કમિશનની પણ સ્થાપના કરાઈ

ત્યારબાદ પાણીની વહેંચણીના વિવાદને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રએ સ્થાયી સિંધુ કમિશનની સ્થાપના કરી હતી. આ સંધિ અનુસાર ભારત આ નદીના 20 ટકા પાણીનો સ્થાનિક ઉપયોગ માટે અને પાકિસ્તાન 80 ટકા પાણીનો ઉપયોગ કરી શકશે. પરંતુ બાદમાં બન્ને દેશોએ એકબીજા પર અતિક્રમણ અને તેના ઉપયોગમાં નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો. જો કે, કરાર મુજબ કુદરતી આફત અથવા પૂર જેવા વિશેષ સંજોગોમાં પાણીનો નિકાલ સ્વતંત્ર રીતે કરી શકાય છે. ઓપરેશન દરમિયાન ભારત અને પાકિસ્તાનની સરહદની હદ પર કોઈ ઔપચારિક પ્રતિબંધ રહેશે નહીં. બન્ને દેશો એક બીજા પર આરોપ લગાવી શકતા નથી કે નકારી શકતા નથી.

સંધિ સમીક્ષા કેટલી ઉપયોગી છે?

સરહદ પર વહેતી નદીઓ જમ્મુ-કાશ્મીર અને પંજાબ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતે સતલજ નદી પર ત્રણ ભાકરા ડેમ, બિયાસ નદી પર પોંગ અને પંડોહ ડેમ અને રાવી પર રણજીત સાગર ડેમ બનાવ્યા છે. માહિતી અનુસાર પાકિસ્તાનમાં રાવીમાંથી દર વર્ષે લગભગ 2 MAF પાણી વેડફાય છે. ભારતે તેને રોકવા માટે ઘણી વખત પ્રયાસો કર્યા છે. ઉદાહરણ તરીકે શાહપુર કાંડી પ્રોજેક્ટ પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં ખેતી અને પાવર પ્રોજેક્ટ્સમાં થીન ડેમમાંથી આવતા પાણીનો ઉપયોગ કરવા માટે બનાવવામાં આવ્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button