GUJARAT

Palanpur: લોકાર્પણ કરેલા થ્રી લેગ એલીવેટેડ બ્રિજ પર પ્રથમ દિવસે 2 અકસ્માત

બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુરના આજે લોકાર્પણ કરેલા બ્રિજ પર 2 અકસ્માતો સર્જાયો છે. થ્રી લેગ એલીવેડેટ બ્રિજ પર પ્રથમ દિવસે જ 2 અકસ્માત સર્જાયા છે. આ બ્રિજ પર એક અકસ્માત પીકઅપ ડાલા પાછળ રિક્ષા ઘૂસી જતા સર્જાયો છે.
પાલનપુરના ન્યુ થ્રિ લેગ એલિવેટેડ બ્રિજ આગળ સતત બીજો અકસ્માત સર્જાયો છે. બ્રિજ શરૂ થયો અને પ્રથમ દિવસે જ સતત બે અકસ્માત થયા છે. અર્ટિગા કાર ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. કારના આગળના ભાગનો તુટી ગયો છે. જો કે સદનસીબે જાનહાની ટળી છે.
પીકઅપ વાન પાછળ રીક્ષા ઘુસી જતા અકસ્માત, બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આબુરોડ તરફથી આવતી રીક્ષા ઓવર બ્રિજ પર ચડતી સમયે પીકપ ડાલા પાછળ ઘુસી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં બેસેલા 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે અકસ્માતમાં રીક્ષાને પણ મોટુ નુકસાન થયું છે. રીક્ષાની આગ રહેલો મોટો કાચ તુટી ગયો છે અને રોડ પર કાચના ટુકડા પડ્યા છે.
આજે જ આ બ્રિજનું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું
તમને જણાવી દઈએ કે બનાસકાંઠાના પાલનપુરમાં દેશનો બીજા નંબરનો 17 મીટર ઊંચાઈ વાળો થ્રી એલિવેટેડ બ્રિજનું આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બ્રિજ તૈયાર થતાં હવે પાલનપુરથી અંબાજી તરફ જતા વાહન ચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મોટી મુક્તિ મળશે.
શું છે બ્રિજની ખાસિયતો
જો બ્રિજની વાત કરીએ તો આ સમગ્ર બ્રિજ 79 પિલ્લર પર ઉભો રહેલો છે અને જેમાં 84 મીટરના ઘેરાવોનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યુ છે. આ બ્રિજમાં કુલ 180 ગડર કોંક્રિટના બનાવવામાં આવેલા છે અને 32 ગડર સ્ટીલના લગાવવામાં આવેલા છે. પેરાપીડ સાથે આ બ્રિજની ઉંચાઈ 18 મીટર છે. આ બ્રિજ પર આબુરોડથી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે અને પાલનપુરથી અંબાજી તરફ જતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે. બ્રિજના ઉદ્ઘાટનને લઈને બ્રિજને રોશનીથી દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે.
દેશનો આ બીજો અને ગુજરાતનો આ પ્રથમ બ્રિજ
દેશનો આ બીજો અને ગુજરાતનો આ પ્રથમ બ્રિજ છે. આ બ્રિજ બનાવવામાં 16000 મેટ્રિક ટન સિમેન્ટ અને 3600 મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે. જ્યારે આ બ્રિજમાં પાલનપુર અને આબુરોડ તરફ 2 લાઈન અને અંબાજી તરફ ફોરલાઈન લેગ બનાવવામાં આવ્યા છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button