GUJARAT

Palitana: પવિત્ર ગિરિરાજ પર્વતનો હરિયાળો નજારો, શુદ્ધ વાતાવરણનો આનંદ માણે છે લોકો

પવિત્ર તીર્થનગરી પાલીતાણા એટલે કે શેત્રુંજય મહાતીર્થ તો જગવિખ્યાત છે, આ પાલીતાણામાં આવેલા શ્રી શેત્રુંજય ગીરીરાજ વિશાળ પર્વત છે, તેમજ આ ઉપરાંત આ પર્વત માળમાં કુલ 3500 જેટલા પગથિયાં સાથે નીચેથી લઈને ઉપર સુધી નાના મોટા અનેક સંખ્યામાં દેરાસરો તેમજ મંદિરો આવેલા છે.

પાલીતાણા પંથકમાં બીજા ડુંગરો પર પણ વર્ષાઋતુના કારણે લીલાછમ બન્યા

એટલે જ પાલીતાણાને મંદિરોની નગરી પણ કહેવાય છે, આ ગિરિરાજ પર્વત વિશાળ કદનો છે, જેમાં અત્યારે આ ચોમાસાની ઋતુમાં આ પર્વતમાળા પર લીલી ચાદર પથરાઈ હોઈ તેવો નજારો જોવા મળી રહ્યો છે, ઉપરાંત પાલીતાણા પંથકમાં બીજા ડુંગરો પર પણ વર્ષાઋતુના કારણે લીલાછમ બન્યા છે, જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ડુંગર ઉપરથી લીલાછમ ડુંગરો અને શેત્રુંજી ડેમના પાણીનો આહલાદક નજારો જોવા મળશે

આ તસવીર પાલીતાણાના પવિત્ર શ્રી શેત્રુંજય ગિરિરાજ પર્વત પરની છે, આ ડુંગર પર આ ઋતુમાં વૃક્ષો અને વનસ્પતિથી આખા ડુંગરમાં લીલી ચાદર પાથરતા હરિયાળી અને મનમોહક દ્રશ્ય સર્જાયું છે, તેમાં પણ વિશેષ તો એ છે કે પાલીતાણામાં આવેલા ડુંગરો ઉપરથી નજારો જોતા ફરતા લીલાછમ ડુંગરો અને શેત્રુંજી ડેમના પાણીનો નજારો જોવા મળે છે. આ મેધમહેરના કારણે ડુંગર પર ચોતરફ હરિયાણી પથરાઈ ગઈ છે, ત્યારે આ નજારો જોવા લોકોનો ધસારો પણ વધ્યો છે.

અલૌકિક નજારો આંખો બંધ કરવાનું નામ નથી લેતો

ત્યારે ઉલ્લેખનીય છે કે પાલીતાણામાં ડુંગરો તો ઘણા છે પણ શ્રી શેત્રુંજય ગિરિરાજ એ સિદ્ધ ડુંગરમાંથી એક છે, એટલે જ આ ડુંગર પવિત્ર અને સિદ્ધાચલ તરીકે પણ ઓળખાય છે, આ શ્રી શેત્રુંજય પર્વત પર દેશ ઉપરાંત વિદેશમાંથી લોકો અહીં આવી યાત્રા કરી ધન્યતા પણ અનુભવતા હોઈ છે. ત્યારે આ વર્ષાઋતુમાં બહારથી આવતા લોકો પાલીતાણાના ડુંગરની લીલીછમ હરિયાળીનો અનહદ નજારો જોતા જ રહી જાય છે. ચારે તરફ લીલીછમ ચાદર પ્રકૃતિએ બિછાવેલી હોઈ અને આ પવિત્ર વિશાળ પર્વતમાળ પર અલૌકિક નજારો આંખો બંધ કરવાનું નામ નથી લેતો અને લોકો લીલીછમ હરિયાળી સાથે શાંત અને શુદ્ધ વાતાવરણનો આનંદ માણે છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button