મોદી સરકારે PAN 2.0 ને મંજૂરી આપી દીધી છે. હવે જૂના PAN કાર્ડની જગ્યાએ QR કોડ સાથેનું નવું PAN જોવા મળશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે કેબિનેટની બેઠકમાં લેવાયેલા મોટા નિર્ણયો વિશે માહિતી આપતાં કહ્યું કે કેન્દ્ર સરકાર PAN 2.0 લોન્ચ કરશે અને આ PAN અપગ્રેડ છે. ખાસ કરીને કરદાતાઓની ઓળખ છતી કરવા માટેનો મોટો દસ્તાવેજ હવે વધુ ફાયદાકારક સાબિત થશે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે PAN 2.0 પ્રોજેક્ટ એ એક ઈ-ગવર્નન્સ પહેલ છે જેનો ઉદ્દેશ્ય PAN/TAN સેવાઓને PAN પ્રમાણીકરણથી લઈને મુખ્ય અને નોન-કોર PAN/TAN પ્રવૃત્તિઓને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. તેમણે કહ્યું કે અમારા પ્રોજેક્ટનું લક્ષ્ય કરદાતાઓને વધુ સારો ડિજિટલ અનુભવ પ્રદાન કરવાનો છે.
શું QR સાથેનું PAN કાર્ડ મફતમાં આપવામાં આવશે?
હવે ચાલો વાત કરીએ કે નવું PAN જુના PAN થી કેવી રીતે અલગ હશે. PAN 2.0 પ્રોજેક્ટ દ્વારા જાહેર કરાયેલા આ QR કોડ પાન કાર્ડ્સમાંથી એક મોટો ફેરફાર જોવા મળશે. આમાં, કરદાતાઓની નોંધણીથી શરૂ કરીને ઘણા પ્રકારના લાભો મળશે. સંપૂર્ણપણે ડીજીટલ હોવાને કારણે તેને લગતી તમામ સેવાઓ સરળતાથી મળી રહેશે. આ સિવાય કાર્ડ ધારકનો ડેટા પણ વધુ સુરક્ષિત રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે કરદાતાઓને ક્યૂઆર PAN મફત આપવામાં આવશે.
કેવી રીતે બનાવવાનું QRવાળુ PAN કાર્ડ ?
તમને જણાવી દઈએ કે PAN કાર્ડ 2.0 પ્રોજેક્ટ હેઠળ બનેલું કાર્ડ એ PAN કાર્ડ 1.0 પ્રોજેક્ટનું અપગ્રેડેડ વર્ઝન છે. આ PAN QR કોડ ધરાવતું હશે અને કરદાતાઓએ તેને બનાવવા માટે અલગથી કંઈપણ ચૂકવણી કરવાની જરૂર રહેશે નહી. આ માટે ક્યાંય જવાની જરૂર નથી. તમે નવુ PAN ઓનલાઈન પ્રક્રિયા દ્વારા બિલકુલ મફતમાં બનાવી શકશો. .
QRવાળુ PAN કાર્ડ કરવાનો ઉદ્દેશ્ય શું ?
સ્ટ્રીમલાઇન પ્રક્રિયાઓ: કરદાતાની નોંધણી અને સેવાને સરળ અને ઝડપી બનાવવી.
ડેટા સુસંગતતા: બધી માહિતી એક જ જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ થશે.
ઇકો-ફ્રેન્ડલી અભિગમ: આ કાર્ય ઇકો-ફ્રેન્ડલી પ્રક્રિયા દ્વારા ઓનલાઈન કરવામાં આવશે અને ખર્ચ ઘટાડવામાં મદદ કરશે.
સુરક્ષામાં વધારો : વધુ સારી સુરક્ષા માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવામાં આવ્યું છે.
1,435 કરોડનો વધારાનો બોજ
મોદી સરકારના આ પ્રોજેક્ટ પર 1,435 કરોડ રૂપિયાનો નાણાકીય બોજનો અંદાજ લગાવવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે PAN કાર્ડ ધારકોને તેમનો PAN નંબર બદલવાની જરૂર રહેશે નહીં. નવા PAN 2.0 ને હાલની PAN સિસ્ટમમાં સુધારા તરીકે રજૂ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે નવા કાર્ડમાં સ્કેનિંગ સુવિધા માટે QR કોડ હશે અને તે સંપૂર્ણપણે ઓનલાઈન હશે.
Source link