- આજે અને આવતી કાલ માટે પંચમહાલમાં રેડ એલર્ટ
- શહેરા, મોરવા હડફ અને ગોધરા તાલુકામાં વધુ વરસાદ
- એસ.ડી.આર.એફની એક ટુકડી સ્ટેન્ડ બાય છે
આજે અને આવતી કાલ માટે પંચમહાલમાં વરસાદનું રેડ એલર્ટ છે. જેમાં શહેરા, મોરવા હડફ અને ગોધરા તાલુકામાં વધુ વરસાદ આવ્યો છે. એસ.ડી.આર.એફની એક ટુકડી સ્ટેન્ડ બાય રાકવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 7 કોઝ વે પાણીમાં ડૂબ્યા છે. કોઝ વે પરથી પસાર નહિ થવા જિલ્લા કલેક્ટરની અપીલ છે.
પાનમ, હડફ જળાશયોના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ
પાનમ, હડફ જળાશયોના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. વહીવટી તંત્ર સતત આ ગામોના સંપર્કમાં છે તેમ કલેક્ટરે જણાવ્યુ છે. વરસાદી રેડ એલર્ટને લઈ પંચમહાલ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ થયુ છે. આજે અને આવતી કાલ માટે પંચમહાલ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. તેમાં શહેરા, મોરવા હડફ અને ગોધરા તાલુકામાં વધુ વરસાદ છે. ભારે વરસાદને પગલે જિલ્લામાં મામલતદાર, ટીડીઓ અને તલાટીઓને સ્ટેન્ડ બાય રાખી સતત ફિલ્ડમાં વિઝીટ કરી રહ્યા છે. એસ.ડી.આર.એફ ની પણ એક ટુકડી જિલ્લામાં સ્ટેન્ડ બાય છે.
તમામ કાર્યવાહી માટે જિલ્લા તંત્ર એલર્ટ પર
જિલ્લામાં અત્યાર સુધી કુલ 7 કોઝ-વે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. જોખમી રસ્તાઓ અને કોઝ-વે પરથી લોકોને પસાર નહિ થવા જિલ્લા કલેક્ટરની અપીલ છે. જેમાં પાનમ અને હડફ જળાશયોના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. જેમાં વહીવટી તંત્ર સતત આ ગામોના સંપર્કમાં હોવાનું જિલ્લા કલેક્ટરનું નિવેદન છે. તેમજ તમામ કાર્યવાહી માટે જિલ્લા તંત્ર એલર્ટ પર છે.
Source link