પંચમહાલ જિલ્લામાં આયોજિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. કેટલાક લોકો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. આદિવાસી સનાતની હિન્દુ છે.
ડૉ. ડિંડોર દ્વારા વધુમાં જણાવ્યું કે, આદિવાસી સમાજ સનાતન સંસ્કૃતિનો રક્ષક છે, પ્રકૃતિ પૂજક છે. જે આદી અનાદી કાળથી શિવ અને હનુમાનના ભક્તો છીએ. અને જે વાલીયામાંથી વાલ્મિકી બન્યા જેમણે સનાતન હિન્દુ સંસ્કૃતિનો ગ્રંથ લખ્યો રામાયણ, હિન્દુ સંસ્કૃતિનો સનાતન ગ્રંથ છે રામાયણ. રામભક્ત શબરી માતા પણ આદિવાસી હતા. રામાયણ લખનાર વાલ્મિકી છે એટલે મારે સાચી બાબત આજના યુવાનો સામે રાખવી જોઈએ. સાથે સાથે આપણા અરુણાચલ પ્રદેશના રાજકુંવરી રુકમણી જેઓ ભિષ્મક રાજાના પુત્રી હતા જેમના લગ્ન પણ માધવપુરમાં કૃષ્ણ ભગવાન સાથે થયા. અને માધવપુર ઘેડમાં જે રુકમણી અને કૃષ્ણ ભગવાનના વિવાહનો કાર્યક્રમ થાય છે, એ જે ઈતિહાસ છે સાચો એ વિદ્યાર્થીઓને ભણાવવો જોઈએ. કેટલાક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આદિવાસીઓને હિન્દૂ ધર્મથી અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ
ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ કેબીનેટ શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના સલાહકાર પરિષદના અધ્યક્ષ ડૉ. સુબીર મજુમદારે ઓડિટોરિયમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. તેમણે યુનિવર્સિટીની સિદ્ધિઓ અને ભાવિ આકાંક્ષાઓને ઉજાગર કરતો સંક્ષિપ્ત અહેવાલ પણ મહાનુભાવો સમક્ષ રજૂ કર્યો હતો. તેમના ઉદબોધનમાં તેમણે યુનિવર્સિટીના દરેક વિભાગ માટે એક એમ પાંચ ફ્લેગશિપ સંશોધન કાર્યક્રમો દ્વારા યુનિવર્સિટીને ટેકો આપવા બદલ દિલીપ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો. ઉપરાંત તેમણે યુનિવર્સિટીના પી.એચ.ડી. કોર્સ માટે 20 સ્કોલરને યુનિવર્સિટી ફેલોશીપ મંજુર કરવા બદલ મોના ખંધાર, IAS અને ગુજરાત સરકારનો પણ આભાર માન્યો હતો.
કેબીનેટ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે પોતાના પ્રેરક ઉદબોધનમાં સ્નાતકોને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા અને યુનિવર્સિટી દ્વારા ખૂબ જ ટૂંકાગાળામાં થયેલા વિકાસના કામોના અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે, સભાને સંબોધિત કરી અને આજના વિશ્વમાં બાયોટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો. યુનિવર્સિટીના ચેરમેન દિલીપ સંઘવીએ પ્રેરણાદાયી સંબોધન દ્વારા સ્નાતકોને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા.
Source link