- વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓની કામગીરીને અનુલક્ષીને
- આદિવાસી વિસ્તારમાં માનવીય મુલ્યોના ઘડતરનાં કાર્યો કર્યાં
- નેત્રંગ તાલુકાના થવા ગામમાં કાર્યરત કૃષ્ણ આશ્રામ શાળાના આચાર્ય તરીકે રંજનબેન વસાવા ફરજ બજાવે છે
આદિવાસી વિસ્તારમાં રંજનબેન વસાવા છેલ્લા કેટલાક વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓની કામગીરીથી પ્રભાવિત થઈને અમદાવાદમાં આયોજીત કાર્યક્રમમાં આદિવાસી મહિલા રંજનબેન વસાવાને ગુજરાત વુમન લીડરશિપનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
નેત્રંગ તાલુકાના થવા ગામમાં કાર્યરત કૃષ્ણ આશ્રામ શાળાના આચાર્ય તરીકે રંજનબેન વસાવા ફરજ બજાવે છે. સાથે-સાથે માનવીય મુલ્યોના ઘડતરનું કાર્ય આદિવાસી વિસ્તારમાં કરે છે. જેમાં મહિલા સશક્તિકરણ માટે શિબિરો કરવી,સેલ્પ હેલ્પ ગ્રુપ બનાવી ઉધોગ સાહસિક્તાની તાલીમો અપાવવી,રોજગાર-ટેકનોલોજી સાથે બહેનોને જોડવા,જરૂરીયાતમંદ બાળકો-શાળાઓને ભૌતિક સુવિધા પ્રદાન કરવી,કોવિડ-19 કટોકટીભર્યા સમયમાં મેડિસીન, અનાજ કિટ, ફુડ પેકેટ છેવાડાના ગામોથી સુધી પહોંચાડયા હતા.
Source link