SPORTS

Paralympics 2024: ભારતને મળ્યો 16મો મેડલ, દીપ્તિ જીવંજીએ એથ્લેટિક્સમાં જીત્યો બ્રોન્ઝ

  • ભારતને પેરાલિમ્પિક્સ 2024માં 16મો મેડલ મળ્યો છે
  • દીપ્તિ જીવાંજીએ એથ્લેટિક્સમાં જીત્યો બ્રોન્ઝ
  • 400 મીટરની 55.82 સેકન્ડમાં પુરી કરીને જીત્યો મેડલ

ભારતને પેરાલિમ્પિક્સ 2024માં 16મો મેડલ મળ્યો છે. દીપ્તિ જીવંજીએ T20 વર્ગમાં મહિલાઓની 400 મીટર દોડની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે 55.82 સેકન્ડમાં રેસ પુરી કરીને મેડલ જીત્યો છે. આ તેનો પહેલો પેરાલિમ્પિક મેડલ છે. તે જ વર્ષે તેણે જાપાનના કોબેમાં યોજાયેલી વર્લ્ડ પેરા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હાલમાં વર્લ્ડ રેકોર્ડ તેના નામે હોવાથી તે ગોલ્ડ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી.

મેચની સ્થિતિ

એક તરફ ભારતની દીપ્તિએ 55.82 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. સિલ્વર મેડલ તુર્કીની એસેલ ઓંડરે જીત્યો હતો, જેણે 55.23 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. ગોલ્ડ મેડલ યુક્રેનની યુલિયા શુલિયરે જીત્યો હતો, જેણે 400 મીટરની રેસ 55.16 સેકન્ડમાં પૂરી કરી હતી. દીપ્તિએ રેસની છેલ્લી ક્ષણોમાં પોતાની જાતને ખૂબ આગળ ધપાવી અને ગોલ્ડ જીતવાની ખૂબ જ નજીક આવી ગઈ, પરંતુ છેલ્લા 10 મીટરમાં યુક્રેનિયન રનરે તેની ગતિ વધારી અને ગોલ્ડને નિશાન બનાવ્યો હતો.

દીપ્તિ હાલની વર્લ્ડ ચેમ્પિયન છે

ભારતની દીપ્તિ પેરા એથ્લેટિક્સમાં મહિલાઓની 400 મીટર રેસ T20 શ્રેણીમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન છે. તેણે આ વર્ષે કોબેમાં યોજાયેલી પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તે 2022માં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ વિજેતા હતી. દીપ્તિએ પેરાલિમ્પિક્સની કોઈપણ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારત માટે ત્રીજો મેડલ જીત્યો છે. તેના પહેલા પ્રીતિ પાલે એથ્લેટિક્સમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

કોણ છે દીપ્તિ જીવંજી?

દીપ્તિ જીવનજીનો જન્મ 27 સપ્ટેમ્બર 2003ના રોજ તેલંગાણાના કાલેરા ગામમાં થયો હતો. તે માત્ર 21 વર્ષની છે, પરંતુ ખૂબ જ ઓછા સમયમાં તેણે પેરા એથ્લેટિક્સમાં ઘણું નામ કમાઈ લીધું છે. દીપ્તિના પરિવારનું જીવન ખૂબ જ સંઘર્ષમય રહ્યું છે. આર્થિક સંકડામણના કારણે તેના માતા-પિતાને અડધો એકર જમીન વેચવી પડી હતી. પરંતુ આ પેરા એથ્લેટે તમામ સમસ્યાઓને પાર કરી સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button