- પુષ્ટિ સંપ્રદાય વૈષ્ણવ હવેલીઓમાં ઉત્સવ
- પૂ શ્રી ડૉ. વાગીશકુમારજીના સાનિધ્યમાં કાર્યક્રમો યોજાયા
- શ્રી ઠાકોરજી ને અવનવા સજાવટ કરેલ શુશોભીત હિંડોળામાં બિરાજમાન કરી ભાવથી ઝૂલવામાં આવી રહ્યા છે
છોટે કાંકરોલી નું બિરુદ પ્રાપ્ત કરેલ હાલોલ ખાતે પૂ શ્રી ડો વાગીશકુમારજી મહારાજ શ્રી ના સાનિધ્યમાં બ્રહ્મસંબંધ અને શ્રીજીને હિંડોળામાં ઝુલાવવાના અલૌકિક મનોરથ દર્શન યોજાયા.
હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ માં પુષ્ટિ સંપ્રદાય વૈષ્ણવ હવેલીઓમાં શ્રી ઠાકોરજી ને અવનવા સજાવટ કરેલ શુશોભીત હિંડોળામાં બિરાજમાન કરી ભાવથી ઝૂલવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત હાલોલ નગરમાં પુષ્ટિમાર્ગીય હવેલી ખાતે હિંડોળા મહોત્સવ ને લઇ ગતરોજ પૂ.પા.ગોસ્વામી 108 શ્રી.ડો વાગીશ કુમાર મહારાજ ( સરકાર ) પધારતા વૈષ્ણવો હર્ષ ઉલ્લાસ જોવા મળ્યો હતો. વહેલી સવારે છગન મગન લાલજી મંદિર ખાતે જીવનું પરમાત્મા સાથેનું મિલન એમ બ્રહ્મ સંબંધ દીક્ષા લેવા આવેલા યુવાઓ યુવતીઓ ને પૂજ્ય શ્રી ના કરકમલો દ્વારા બ્રહ્મસંબંધની દીક્ષા ગ્રહણ પુષ્ટિ વૈષ્ણવ બન્યા હતા. બ્રહ્મસંબંધ દીક્ષા ગ્રહણ કરનાર તમામ વૈષ્ણવવોને પુષ્ટિ માર્ગ શું છે બ્રહ્મસંબંધ લેવાથી શું ફયદા અને બ્રહ્મસંબંધ શા માટે તેની વિશેષ ચર્ચા વચનામૃત દ્વારા કરી હતી.
Source link