GUJARAT

IIM ઇવેન્ટની સ્પોન્સરશિપ બાબતે ઠપકો મળતા ડિપ્રેશનમાં આપઘાત કર્યો હોવાનો માતાપિતાનો આક્ષેપ

દેશની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)ના એમબીએના બીજા વર્ષમાં ભણતા 24 વર્ષીય તેલંગાણાના અક્ષિત ભૂખિયાએ હોસ્ટેલના રૂમમાં બારીના વેન્ટિલેશન સાથે નાયલોનની દોરી બાંધીને ગળેફંસો ખાઇને આપઘાત કર્યો હતો.

જેને લઇને સમગ્ર કેમ્પસમાં શોકનો માહોલ છવાયો હતો. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને કયા કારણોસર આત્મહત્યા કર્યો તે બાબતે પોલીસે માતા-પિતા, મિત્રો તથા ફેકલ્ટીના નિવેદન નોંધ્યા છે. જેમાં આગામી યોજાનાર ઈવેન્ટની સ્પોન્સરશિપને લઈને અક્ષિતને ઠપકો મળતા ડિપ્રેશનમાં આવીને આ પગલુ ભર્યુ હોવાનો માતા-પિતાએ આક્ષેપ કર્યો છે. હાલ પોલીસે અન્ય લોકોના પણ નિવેદન લેવાનું શરૂ કર્યુ છે. સાથે જ આત્મહત્યાના કોઈ ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.

આઈઆઈએમના પોસ્ટ ગ્રેજ્યુએશનના તેલંગાણાના 24 વિધાર્થી અક્ષિતે ગુરુવારે બપોરે વેન્ટિલેશનના સળિયા સાથે લટકીને ફંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બનતા જ કેમ્પસમાં સન્નાટો છવાઈ ગયો હતો. પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમમાં મોકલી આપી તપાસ કરી હતી. પોલીસે તેના મિત્રો, ફેકલ્ટી તથા માતા-પિતાના નિવેદનો લીધા હતા. જો કે મિત્રોના નિવેદનમાં તે તેને સારી રીતે ઓળખતા હતા ભણવામાં હોશિયાર હોવાનું લખાવ્યુ હતુ અને કયા કારણોસર આત્મહત્યા કરી તેનું કોઈ કારણ જાણવા મળ્યુ નથી. બીજી બાજુ માતા-પિતાના નિવેદન લેતા પિતાએ આક્ષેપ કર્યો હતો કે આગામી યોજાનાર ઈવેન્ટની સ્પોન્સરશિપને લઈને અક્ષિતને ઠપકો મળતા તે ડિપ્રેશનમાં હોવાથી તેણે આત્મહત્યાનું પગલુ ભર્યુ હોઈ શકે છે. જો કે હાલ પોલીસને કોઈ સચોટ માહિતી ન મળતા પોલીસ નક્કર કારણ સુધી પહોંચી શકી નથી. જેથી પોલીસે મોબાઇલ અને લેપટોપ એફ્એસએલમાં મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.

મૃતકના પિતા હેમંતભાઉસિંગે નિવેદનમાં લખાવ્યુ છે કે આગામી 29 સપ્ટેમ્બરે એક ઇન્સ્ટિટયૂટની ઇવેન્ટ યોજાવાની હતી. તેમાં 210 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેવાના હતા. જેમાં સ્પોન્સરશીપની જવાબદારી અક્ષિતે લીધી હતી. ત્યારે ઇન્સ્ટિટયૂટે તેના ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં આઇઆઇએમનો લોગોનો ઉપયોગ કર્યો હતો. જેને લઇને અક્ષિતના કોમ્યુનિકેશન હેડ શિવાંગીબેને કોની મંજૂરીથી લોગોનો ઉપયોગ કરવા માટે કહ્યું હતું કહીને અક્ષિતને ઠપકો આપ્યો હતો. જ્યારે તે ઇવેન્ટ પણ રદ્દ કરી દેવામાં આવી હતી. જે બાદ તે ડિપ્રેશનમાં હતો. તેને લઇને આ પગલુ ભર્યુ હોવાનો માતા-પિતાએ આક્ષેપ કર્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button