વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલ આજે એટલે કે મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ ગૃહમાં રજૂ કર્યું છે. આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ આપવામાં આવ્યું છે. આ બિલ રજૂ કર્યા બાદ સરકાર તેને સંસદની સંયુક્ત સમિતિ (JPC)ને મોકલવાની ભલામણ કરવા જઈ રહી છે. ભાજપે પોતાના સાંસદો માટે વ્હીપ જાહેર કર્યુ હતું.
ટીએમસીએ કર્યો વિરોધ
આ અંગે ટીએમસીએ વિરોધ નોંધાવ્યો છે. તેઓનું કહેવુ છે કે બિલ બંધારણના મૂળ ઢાંચાની વિરુદ્ધ છે. એક દેશ એક ચૂંટણી તાનાશાહી તરફનું એક પગલુ છે. એક દેશ એક ચૂંટણીની જરૂર નથી તેમ ટીએમસી સાંસદે જણાવ્યુ. સાથે જ કહ્યું આ ચૂંટણી પ્રક્રિયામામાં સુધારાનું બિલ નથી. કોઇ દળ સત્તામાં હંમેશા ન રહી શકે.
SPએ પણ કર્યો વિરોધ
બિલના વિરોધમાં સપાના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું કે હું આ બિલનો વિરોધ કરું છું. 2 દિવસ પહેલા અમે બંધારણ પર ચર્ચા કરી રહ્યા હતા અને 2 દિવસની અંદર જ બંધારણ પર હુમલો થઈ રહ્યો છે. આ બિલ સંઘીય માળખાની વિરુદ્ધ છે. જેઓ એકસાથે 8 વિધાનસભાઓ યોજી શકતા નથી, તેઓ એક દેશ, એક ચૂંટણીની વાત કરે છે. આ બિલ દલિત વિરોધી, પછાત વિરોધી, મુસ્લિમ વિરોધી છે. હું આ બિલનો વિરોધ કરું છું.
વિપક્ષે સમર્થન આપવુ જોઇએ- ગિરિરાજસિંહ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલ પર સમગ્ર વિપક્ષ એક સાથે હોવા જોઈએ, તેથી તે સાથે હોવું જોઈએ કારણ કે આ નવું બિલ નથી. 1966 સુધી અમે ‘વન નેશન-વન ઇલેક્શન’માં ભાગ લેતા હતા કોંગ્રેસે શપથ લીધા છે કે તે પીએમ નરેન્દ્ર મોદીની દરેક પહેલનો વિરોધ કરશે. તેથી કશું કહી શકાય નહીં. આ ‘વન નેશન-વન ઈલેક્શન’ દેશના વિકાસ માટે છે અને જો સમગ્ર જનતા ઈચ્છતી હોય તો વિપક્ષે તેને સમર્થન આપવું જોઈએ અને સર્વસંમતિથી પાસ કરવું જોઈએ.
અખિલેશ યાદવ વિરોધમાં
અખિલેશ યાદવે કહ્યું, ‘લોકશાહી સંદર્ભમાં માત્ર એક જ શબ્દ અલોકતાંત્રિક છે. લોકશાહી બહુમતીની તરફેણ કરે છે. એક વ્યક્તિની બીજા પ્રત્યેની લાગણીઓ માટે કોઈ જગ્યા નથી, જે સામાજિક સહિષ્ણુતાના ઉલ્લંઘન તરફ દોરી જાય છે. વ્યક્તિગત સ્તરે, એક થવાનો ભાવ અહંકારને જન્મ આપે છે અને સત્તાને સરમુખત્યાર બનાવે છે.
કોંગ્રેસે કર્યો વિરોધ
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, આ બિલ બંધારણની વિરુદ્ધ છે. તે બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ છે. અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, બંધારણ બદલવાનું આ બિલ બ્યુગલ છે. સપા સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું કે, અમે આ બિલનો વિરોધ કરીશું. આ બિલ બંધારણની વિરુદ્ધ છે.