ટેકનોલોજી

Adani and Google વચ્ચે વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર માટે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝ અને એજ કોનેક્સની જોઈન્ટ વેન્ચર કંપની AdaniConneX અને ગૂગલે વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ અને ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા ભાગીદારીની જાહેરાત કરી છે.

આ પ્રોજેક્ટ માટે 2026 થી 2030 દરમિયાન આશરે 15 અબજ ડોલરનું રોકાણ થશે, જે દેશના સૌથી વધુ માગ ધરાવતા AI વર્કલોડને સપોર્ટ કરશે. વિશાખાપટ્ટનમમાં વિકસાવાનાર આ ગૂગલ AI હબ ગીગાવોટ-સ્કેલ ક્ષમતાવાળું હશે અને તેને ક્લીન એનર્જી તથા સબ-સી કેબલ નેટવર્ક દ્વારા શક્તિ આપવામાં આવશે.

આ પ્રોજેક્ટ AdaniConneX અને એરટેલ સહિતના ઇકોસિસ્ટમ પાર્ટનરો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

  • રાષ્ટ્ર નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, આ ઐતિહાસિક ભાગીદારી ભારતના ડિજિટલ ભવિષ્યને નવી દિશા આપશે. તેમણે ઉમેર્યું કે, આ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નહીં પરંતુ ભારતના ઉદ્ભવતા રાષ્ટ્રમાં રોકાણ છે,

જે રાષ્ટ્ર નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ગૂગલ ક્લાઉડના CEO થોમસ કુરિયને જણાવ્યું કે, આ AI હબ ભારતના બિઝનેસ, સંશોધકો અને ક્રિએટર્સને વૈશ્વિક સ્તરે નવી તક આપશે. આંધ્ર પ્રદેશમાં આ પ્રોજેક્ટથી હજારો નોકરીઓનું સર્જન થશે અને દેશના ડિજિટલ વિકાસને નવી ગતિ મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button